નવી દિલ્હીઃ ચીન અને નેપાળ પણ સરહદ પર સમસ્યા વધારી રહ્યા છે. તેમજ બન્ને દ્વારા સરહદ પર ફાયરિંગ કરવામાં આવ્યું છે. બન્ને ભારતની જમીન પર દબાણ કરવાની મનસા સેવી રહ્યા છે. એક તરફ ભારત કોરોના બીજી તરફ ચીન – નેપાળ તથા પાકિસ્તાન જેવા દેશો દ્વારા ઉભી કરવામાં આવતી સમસ્યા સામે લડી રહ્યા છે. ત્યારે વધુ એક પડોશી દેશ ભુતાન પણ ભારત માટે માથાનો દુખાવો બની રહ્યો છે. ચર્ચાઈ રહ્યું છે કે ભારતને ચારે બાજુથી હેરાન કરવાની યોજના ચીન દ્વારા ઘડવામાં આવી છે.
ચીન અને નેપાળ પછી પાડોશી દેશ ભૂતાને પણ ભારતની ચિંતા વધારી છે. હકિકતમાં ભુતાને આસામના બકસા જિલ્લામાં ખેડૂતોના પાણીને રોકી લીધું છે.બકસા જિલ્લાના ૨૬ થી વધુ ગામોના ૬૦૦૦ જેટલા ખેડુતો સિંચાઈ માટેના ડોંગ પ્રોજેકટ પર નિર્ભર છે.૧૯૫૩ થી ખેડુતો ભૂતાનની નદીઓના પાણીથી દ્યાનનું સિંચન કરી રહ્યા છે.
બે-ત્રણ દિવસથી બકસાના ખેડુતો ભુતાનના આ પગલાનો વિરોધ કરી રહ્યા છે.સોમવારે વિરોધીઓ દ્વારા રોંગિયા-ભુતાન રસ્તો જામ કરવામાં આવ્યો હતો. ખેડુતો ઈચ્છે છે કે કેન્દ્ર સરકાર ભૂટાન સાથે આ મુદ્દો ઉઠાવે.
હકીકતમાં દર વર્ષે ધાનની સિઝનમાં બકસાના ખેડુતો ભારત-ભૂતાન બોર્ડર પર આવેલા સમદ્રુપ જોંગખાર વિસ્તારની મુલાકાત લે છે અને કાળા નદીનું પાણી સિંચાઈ માટે લાવે છે.


