– ઉદ્ધવ ઠાકરે જૂથના રાજ્યસભા સાંસદ સંજય રાઉત પોતાના નિવેદનો થકી સતત ચર્ચામાં રહે છે.સંજય રાઉતે કહ્યું કે પાર્ટીમાં હવે અમારા જેવા લોકોએ ફ્રન્ટ સીટ પરથી પાછળની સીટ પર જવાનો સમય આવી ચૂક્યો છે.શિવસેનાનું નેતૃત્વ હવે નવી પેઢીને સોંપવું જોઈએ.
ઉદ્ધવ ઠાકરે જૂથના રાજ્યસભા સાંસદ સંજય રાઉત પોતાના નિવેદનો થકી સતત ચર્ચામાં રહે છે.સંજય રાઉતે કહ્યું કે પાર્ટીમાં હવે અમારા જેવા લોકોએ ફ્રન્ટ સીટ પરથી પાછળની સીટ પર જવાનો સમય આવી ચૂક્યો છે.શિવસેનાનું નેતૃત્વ હવે નવી પેઢીને સોંપવું જોઈએ.હું આ દ્રષ્ટિએ આદિત્ય ઠાકરેને જોઉં છું.ત્યાર બાદ રાઉતે કહ્યું કે આદિત્ય ઠાકરે દિવસે ને દિવસે પરિપક્વ થતા જાય છે.તેમને રાજકારણના દાવ-પેચ અને ઝીણવટો પણ સમજાઈ રહી છે.આદિત્ય ઠાકરે પાસે યુવાસેનાને સંભાળવાનો મોટો અનુભવ છે.એટલું જ નહીં તેમણે મહાવિકાસ અઘાડી સરકારમાં મંત્રી તરીકે પણ ખૂબ જ સરસ કામ કર્યું છે.રાઉતના નિવેદન બાદ એક પ્રશ્ન એ પણ છે કે શું તે ઉદ્ધવ ઠાકરેની ભાષા બોલી રહ્યા છે? શું ઉદ્ધવ ઠાકરેના સંકેત પર સંજય રાઉતે આવું નિવેદન આપ્યું છે?
હવે રાજનીતિમાંથી એગ્ઝિટ લેવાનો આવી ગયો છે સમય`
સંજય રાઉતે ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરેના વખાણ કરતા કહ્યું, યુવાન નેતૃત્વ પાસે શિવસેનાની કમાન આપવા માટે મને આદિત્ય ઠાકરે સર્વગુણ સંપન્ન જોવા મળે છે.સંજય રાઉતે કહ્યું કે આગામી લોકસભા અને વિધાનસભા ચૂંટણી પણ આદિત્ય ઠાકરેના નેતૃત્વમાં લડશે.સંજય રાઉતે આ નિવેદન મટા કૅફે પ્રોગ્રામમાં આપ્યો છે.મટા કૅફેમાં સંજય રાઉતે કહ્યું કે હવે રાજકારણમાંથી એગ્ઝિટ લેવાનો સમય આવી ગયો છે.તેમણે આગામી અમુક વર્ષોમાં સાજનૈતિક સંન્યાસ લેવાના સંકેત પણ આપ્યા છે.