By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: હવે વાપી હરિયા હોસ્પિટલનો વોર્ડ બોય કોરોના પોઝિટિવ નીકળ્યો
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > હવે વાપી હરિયા હોસ્પિટલનો વોર્ડ બોય કોરોના પોઝિટિવ નીકળ્યો
GeneralSouth Gujarat

હવે વાપી હરિયા હોસ્પિટલનો વોર્ડ બોય કોરોના પોઝિટિવ નીકળ્યો

HM News
Last updated: 27/05/2020 9:35 AM
HM News
5 years ago
Share
SHARE

વલસાડ : વાપીમાં રવિવારે ચલામાં એક દંપતિ પોઝિટિવ આવ્યાં બાદ સોમવારે પણ વધુ એક કોરોનાના કેસ નોંધાયો હતો. જેમાં વાપી હરિયા હોસ્પિટલના વોર્ડ બોય 18 મે એ ગોદાલ નગરના પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવતાં તેને વલસાડ મ્યુસિપલ હોસ્પિટલમાં કોરોન્ટાઇન કરાયા હતાં.જયાં લેવાયેલા સેમ્પલમાં સોમવારે હરિયા હોસ્પિટલના વોર્ડ બોયનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.આ સાથે વાપી વિસ્તારમાં કોરોના વાઇરસના અત્યાર સુધીમાં કુલ 11 કેસ નોંધાયા છે. વાપી શહેરમાં કોરોના કેસો વધવાનો સિલસિલ યથાવત ચાલી રહ્યો છે.રવિવારે ચલાના વેપારીના માતા-પિતાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.સોમવારે વધુ એક કેસ પ્રકાશમાં આવ્યો હતો.જેમાં વાપી અંબામાતા મંદિર પાછળ એલઆઇજી સેકટરમાં 45 વર્ષિય વિનોદ દેસાઇ વાપી હરિયા હોસ્પિટલમાં વોર્ડ બોય તરીકે ફરજ બજાવે છે.18મે એ વાપી ગોદાલ નગરના પોઝિટિવ દર્દી હરિયા હોસ્પિટલમાં આવ્યો હોવાથી વોર્ડ બોય તેના સંપર્કમાં આવ્યો હતો. જેથી વોર્ડ બોયને ડીસીએચસી વલસાડ (મ્યુનિસિપલ હોસ્પિટલ) ખાતે સરકારી સુવિધા સાથે કોરોન્ટાઇન કર્યો હતો.આરોગ્ય વિભાગે તેમનું સેમ્પલ લીધુ હતું.સોમવારે હરિયા હોસ્પિટલના વોર્ડ બોય વિનોદનો રિપોર્ટ પોઝિટિવ આવતાં આરોગ્ય વિભાગ દોડતુ થઇ ગયુ હતું.વાપી વિસ્તારમાં સતત કોરોના વાઇરસના કેસો વધી રહ્યાં છે.વોર્ડ બોય સાથે અત્યાર સુધીમાં કુલ 11 કેસો નોંધાયા છે.સોમવારે વાપીમાં મોટાભાગની દુકાનો ખુલી ગઇ હતી. જેમાં કેટલીક દુકાનો ઉપર ભારે ભીડ જોવા મળી હતી.

લોકડાઉન હટાવવા રણનીતી ઘડી રહી છે મોદી સરકાર : આ હશે નિયમો, આ સેવાઓ તો બંધ રહેશે
દિલ્હી: ગોકુલપુરીમાં આગ લાગવાથી બની મોટી દુર્ઘટના, 7 લોકોના મોત
“કેશવ પરાસરણ” એટલે રામલલાને કોર્ટમાં અરજદાર બનાવનાર વકીલ : વાંચો કોંગ્રસ ટુ હિંદુત્વ સ્ટેન્ડના મહારથી
ક્રૂડ ઓઈલમાં તેજી અટકી: ઇરાનની મદદ લેવા અમેરિકાનો દાવ
ડેડિયાપાડા કોંગ્રેસનું ઇકો સેન્સેટિવ ઝોનના નિયમને રદ કરવા પ્રાંત અધિકારીને આવેદન
Share This Article
Facebook Email Print
Previous Article સેલવાસ સાતમાલિયા ડિયર પાર્કના વન્યજીવો માટે વનવિભાગે ઉભી કરી વિશેષ વ્યવસ્થા
Next Article વાપીના સાત સ્થળોએ બહારના વાહનો પર સઘન નજર
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up