શિવસેના બાદ હવે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) ચીફ શરદ પવારે અભિનેત્રી કંગના રનૌત પર નિશાન તાક્યું છે.કંગનાને લઈને શરદ પવારે કહ્યું છે કે,તમે આ વ્યક્તિ પાસેથી જવાબદારી સાથે વાત કરવાની આશા ના રાખી શકો.આ અગાઉ શિવસેનાના નેતા સંજય રાઉતે કંગના રનૌતને અપશબ્દો સુદ્ધા કહી દીધા હતાં.
દિગ્ગજ અભિનેત્રી કંગના રનૌતે ઓફિસ વિરૂદ્ધ બીએમસી દ્વારા કરવામાં આવેલી તોડફોડની કાર્યવાહી બાદ શિવસેના પર એક પછી એક અનેક પ્રહારો કર્યા હતાં. ત્યાર બાદ બીએમસી દ્વારા કંગનાના ઘર પર પણ કાર્યવાહી કરવાની શક્યતાને લઈન અભિનેત્રીએ કહ્યું હતું કે,તે જે બિલ્ડિંહમાં રહે છે તેના સંબંધ શરદ પવાર સાથે છે.
કંગનાના આ આરોપ પર શરદ પવારે જવાબ વાળતા કહ્યું હતું કે,મને મારા નામની બિલ્ડિંગ બનાવવાનું સારૂ લાગશે. જોકે પણ આ વાત જે વ્યક્તિ કહી રહી છે તેના તરફથી તમે જવાબદારી ભર્યા વર્તનની આશા ના રાખી શકો.
ઉલ્લેખનીય છે કે,બીએમસીએ 2018માં ખાર સ્થિત ઈમારતને નોટિસ ફટકારી હતી.આ જ બિલ્ડિંગના પાંચમા માળે કંગનાનું ઘર છે.જેમાં તેના ત્રણ ફ્લેટ છે.જોકે આ મામલો કોર્ટમાં છે.કોર્ટે તેના પર સ્ટે આપ્યો હતો.જોકે હવે બદલાની કાર્યવાહીના ભાગરૂપે બીએમસીએ કંગનાની ઓફિસ પર કાર્યવાહી કરી હતી.ત્યાર બાદ બીએમસી કંગના જે ઘરમાં રહે છે તેના પર પણ કાર્યવાહી કરવા કોર્ટમાં સ્ટે હટાવવાની માંગણી કરી છે.

