કોરોનાની ખૌફનાક બીજી લહેર પણ ભારતમાં ચૂંટણી પ્રચાર માટેની રેલીઓના જોશને ઓછો કરી શકી નહીં.તેલંગણા રાજ્યમાં સાત સ્થાનિક ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે ભારતીય જનતા પાર્ટીએ ભારે ભીડની સાથે રેલીના ફોટા શેર કર્યા છે.જોકે, સોશિયલ મીડિયા યૂઝર્સ દ્વારા ટીકા થયા પછી આ પોસ્ટને ડિલીટ કરી દેવામાં આવી.તેલંગણા રાષ્ટ્ર સમિતિ અને કોંગ્રેસ સહિત અન્ય પાર્ટીઓ પણ કોરોના પ્રોટોકોલની અવગણના કરતા ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે.ભાજપાએ ગયા વર્ષે પણ તેલંગણામાં ડિસેમ્બર મહિનામાં સ્થાનિક ચૂંટણીઓમાં મોટા સ્તરે પ્રચાર માટે પણ ખાસ્સી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો.જ્યારે પાર્ટીએ અમિત શાહ, જેપી નડ્ડા અને યોગી આદિત્યનાથના રોડ શો કર્યા હતા.પણ 30 એપ્રિલના રોજ થનારી સ્થાનિક ચૂંટણીઓ માટે પાર્ટી ફરી એખવાર મોટા સ્તરે ચૂંટણી પ્રચારમાં લાગી છે.વારંગલ પાલિકા ચૂંટણી માટે ભાજપાના પ્રચારની આગેવાની રાજ્ય શાખાના અધ્યક્ષ બાંદી સંજય કરી રહ્યા છે.તેમણે એક મીટિંગમાં કહ્યું કે, ભાજપાનો ઝંડો વારંગલમાં ઊંચો લહેરાવો જોઇએ.
કેન્દ્રીય રાજ્યમંત્રી જી કિશન રેડ્ડીએ પણ વારંગલ અને ખમ્મમમાં મોટી બેઠકો સંબોધિત કરી.તેમણે લોકોને કહ્યું કે, રાજ્યના મુખ્યમંત્રીએ હેલ્થકેર પર ધ્યાન આપ્યું નહીં,જ્યારે પ્રધાનમંત્રી મોદીએ વારંગલમાં સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ અને ઓક્સિજન પ્લાન્ટને મંજૂરી આપી.સત્તાધારી તેલંગણા રાજ્ય સમિતિ પણ પ્રચારમાં પાછળ નથી.
મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવ અને તેમના દીકરા કેટી રામારાવ કોરોના પોઝિટિવ છે, પણ રાજ્યના અન્ય મંત્રી ખમ્મમ અને અન્ય સ્થાનોમાં ચૂંટણી પ્રચારમાં લાગ્યા છે.ખાસ વાત એ છે કે મુખ્યમંત્રી KCR નાગાર્જુન સાગરમાં પેટાચૂંટણીના પ્રચાર માટે એક મોટી રેલીમાં સામેલ થયા પછી જ કોરોના પોઝિટિવ થયા છે.બેઠકનું આયોજન કરનારા 60થી વધારે નેતા કોરોના પોઝિટિવ થયા છે.
ઉલ્લેખનીય છે કે, મંગળવારે રેલી એવા સમયે સામે આવી છે જ્યારે મદ્રાસ હાઈકોર્ટે કોરોના મહામારી દરમિયાન રાજકીય રેલીઓને પરવાનગી આપવા માટે સોમવારે ચૂંટણી પંચની કડી નિંદા કરી હતી. હાઈકોર્ટે કહ્યું હતું કે, તમારી સંસ્થા સીધી રીતે કોરોનાની બીજી લહેર માટે જવાબદાર છે.જો મતગણતરીની બ્લૂપ્રિંટ અમને જણાવવામાં આવી નહીં તો કોર્ટ મતગણતરી પર રોક લગાવી દેશે.કોરોનાના પ્રકોપને લઇ મદ્રાસ હાઈકોર્ટની ફટકાર પછી ચૂંટણી પંચે મંગળવારે વિધાનસભા ચૂંટણી પરિણામના એલાન પહેલા મોટો નિર્ણય લીધો.પંચ અનુસાર પરિણામ પછી જીતનો સરઘસ કાઢી શકાશે નહીં. તેના પર પ્રતિબંધ રહેશે.