– હોદ્દાનો દુરુપયોગ કરીને પોલીસ અધિકારીઓની બદલી, પોસ્ટિંગ પર પ્રભાવ પાડતા હોવાનો આરોપ
મુંબઈ : માજી ગૃહ પ્રધાન અનિલ દેશમુખ મની લોન્ડરિંગના કાવતરા પાછળ માસ્ટર માઈન્ડ અને બ્રેઈન છે અને તેમણે મિલકત અકેઠી કરવા હોદ્દાનો દુરુપયોગ કર્યો છે,એમ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ બોમ્બે હાઈ કોર્ટને જણાવ્યું હતું.પોલીસ અધિકારીઓને પસંદગીની ટ્રાન્સફર અને પોસ્ટિંગ પર પણ વણજોઈતો પ્રભાવ પાડયો હોવાનો પણ એજન્સીએ આરોપ કર્યો હતો.દેશમુખે કરેલી જામીન અરજીના જવાબમાં ઈડીએ હાઈ કોર્ટમાં સોગંદનામું નોંધાવ્યું છે.
ઈડીના આસિસ્ટંટ ડિરેક્ટર તાસિન સુલ્તાને નોંધાવેલા સોગંદનામામાં દેશમુખની અરજીને ફગાવવાની દાદ મગાઈ હતી અને જણાવ્યું હતું કે દેશમુખ પ્રતિભાશાળી વ્યક્તિ હોવાથી તપાસ પર પ્રભાવ નાખે એવી શક્યતા છે.આરોપીએ તેમના પુત્ર ઋષિકેશ દેશમુખ, બરતરફ પોલીસ અધિકારી સચિન વાઝે તથા પોતાના અંગત સચિવો સંજીવ પાલંડે અને કુંદન શિંદે સાથે મળીને આખુ કાવતરું ઘડયું છે અને તેઓ માસ્ટરમાઈન્ડ છે, એમ એજન્સીએ જણાવ્યું હતું.
બાર અને રેસ્ટોરાં માલિકો પાસેથી પૈસા વસૂલીનું કાવતરું પણ તેમણે જ રચ્યું હતું.તેમણે તેમની મિલકતના સ્રોતનો ખુલાસો કર્યો નથી અને તેઓ તપાસમા ંસહકાર અપાતા નથી.દેશમુખે કબૂલાત કરી છે કે પોલીસ અધિકારીઓના નામ અને ટ્રાન્સફરના સંબંધીત સ્થળ સાથેની અનધિકૃત યાદી સર્ક્યુલેટ થતી હતી જેનો કોઈ રેકોર્ડ જાળવવામાં આવ્યો નથી.આ પ્રકરણની તપાસ હજી પ્રાથમિક તબક્કે છે અને આથી જામીન આપવાથી તપાસમાં અસર થશે ગુનાની આવકનું પગેરું હજી શોધી શકાયું નથી.
કેબિનટેના એક પ્રધાન સાથેની સલાહમસલતથી તેઓ પોલીસ અધિકારીઓના નામ અને બદલી તથા પોસ્ટિંગના હેતુ સાથેની યાદી તૈયાર કરવામાં આવતી હતી જે બિનસત્તાવાર રીતે એડિશનલ ચીફ સેક્રેટરી,ગૃહ અને પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ બોર્ડના વડાને સોંપવામાં આવતી હતી.અહીં બોર્ડના સભ્યોએ ભલામણોને પાસ કરવી પડતી હતી જે માત્ર ઔપચારિકતા હતી જે ભલામણ ગૃહ પ્રધાન અને મુખ્ય પ્રધાનને મોકલામાં આવતી હતી.એડિશનલ ચીફ સેક્રેટરી સીતરામ કુંતેએપણ દેશમુખે પોલીસ અધિકારીઓની તેમની પસંદગીની બદલી અને પોસ્ટિંગ સાથેની બિનસત્તાવાર યાદી મોકલાવી હોવાનું એજન્સીને જણાવ્યું હતું.
વાઝેને દેશમુખે પોતાના નિવાસસ્થાન જ્ઞાાનેશ્વરીમાં અનેકવાર બોલાવ્યો હતો અને વારંવાર તેને રેસ્ટોરાં અને બાર પાસેથી મહિને રૃ. ૧૦૦ કરોડની વસૂલીનો ટાર્ગેટ પૂરો કરવામાં મદદ કરવા જણાવ્યું હતું.દેશમુખ પોતાના જુનિયર પોલીસ અધિકારીઓને સત્તાવાર નિવાસસ્થાને ઓફિશ્યલ અસાઈનમેન્ટ પૂરી કરવા અને આર્થિક વ્યવહાર સહિતની કલેક્શન સ્કીમ માટે બોલાવતા હતા.દેશમુખે તેમના પરિવારના સભ્યોની મદદથી રૃ. ૧૩.૫૦ કરોડની રકમમના કાળાનાણાના ધોળા કર્યા છે.આ રકમ દાનના રૃપે ટ્રસ્ટમાં જમા કરવામાં આવતી હતી

