હાથમાં લોહી નીતરતું ચાકુ લઈને પ્રેમી પોલીસ સ્ટેશન પહોંચ્યો, ‘સાહેબ, પ્રેમિકા બ્લેકમેઇલ કરતી હતી, મારી નાખી’

HM News
2 Min Read

મેરઠ : પ્રેમ સંબંધનો ઘણી વખત કરુણ અંજામ આવતો હોય છે.અનેક વખત છોકરો છોકરી એક નહીં થવાના કેસમાં આપઘાત કરી લેતા હોય છે.અમુક કેસમાં ‘તું મારી નહીં તો કોઈની નહીં’ જેવી લાગણી સાથે પ્રેમિકાની હત્યા કરી નાખવાના બનાવો પણ નોંધાતા રહે છે.ઉત્તર પ્રદેશમાં હત્યાનો એક બનાવ સામે આવ્યો છે. જેમાં પરિણીત મહિલાને પ્રેમમાં પડેલા યુવકે પ્રેમિકાના બ્લેકમેઇલિંગથી કંટાળીને તેની હત્યા કરી નાખી છે.ઉત્તર પ્રદેશના મેરઠના જનપદમાં પરીક્ષિતગઢ પોલીસ મથક વિસ્તારમાં એક પરિણીત પ્રેમિકા (ઉં.વ. 28)ની હત્યા કર્યા બાદ આરોપી યુવક લોહીથી નીતરતું ચાકુ લઈને જાતે જ પોલીસ મથક પહોંચ્યો હતો.યુવકે જણાવ્યું કે તે પોતાની પ્રેમિકાના સતત બ્લેકમેઇલિંગથી કંટાળી ગયો હતો.આ માટે તેણે તેણીનું ગળું કાપીને હત્યા કરી નાખી હતી.જે બાદમાં પોલીસે આરોપીની ધરપકડ કરીને,મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપ્યો હતો.

પ્રાપ્ત વિગત પ્રમાણે પરીક્ષિતગઢ ક્ષેત્રના મવી ગામ નિવાસી 22 વર્ષીય સૌરભ ઉર્ફે છોટૂ કિલો પરીક્ષિતગઢમાં એક કાપડની દુકાનમાં કામ કરે છે.સૌરભની સામે રહેતો પાડોશી હસીન મજૂરી કામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે.હસીને બિહારમાં રહેતી સંજિદા નામની યુવતી સાથે લગ્ન કર્યા હતા.આશરે દોઢ વર્ષ પહેલા ચાર બાળકોની માતા એવી સંજિદાને સૌરભ સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો.બંને કોઈને ખબર ન પડે તે રીતે એકાંતમાં મળવા પણ લાગ્યા હતા.

કહેવામાં આવી રહ્યું છે કે થોડા સમય પહેલા ગામના અમુક લોકોએ સૌરભ અને સંજિદાને એક ખેતરમાં પકડી પાડ્યા હતા.જે બાદમાં બંનેનાં ઇશ્કની ચર્ચા આખા ગામમાં જોરશોરથી થવા લાગી હતી.બીજી તરફ સંજિદાના પતિએ તેણીને ઘર બહાર નીકળવાની મનાઈ ફરમાવી દીધી હતી.આમ છતાં સૌરભ અને સંજિદા એકબીજાને મળતા રહ્યા હતા.

લોહી નીતરતું ચાકુ લઈને પ્રેમી પોલીસ સ્ટેશન પહોંચ્યો

સોમવારે સૌરભે સંજિદાને ગામની નજીક આવેલા રણવીરસિંહના શેરડીના ખેતરમાં મળવા માટે બોલાવી હતી.અહીં તેણે સંજિદાના ગળા પર ચાકુ મારીને હત્યા કરી નાખી હતી.સંજિદાની હત્યા કર્યા બાદ કોઈ પસ્તાવો ન હોય તેમ સૌરભ ચાકુ લઈને પોલીસ સ્ટેશન પહોંચી ગયો હતો.આરોપી સૌરભ પોલીસને જણાવ્યું કે,મેં મારી પ્રેમિકા સંજિદાની હત્યા કરી નાખી છે.જે બાદમાં આરોપીને લઈને પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.અહીંનું દ્રશ્ય જોઈને પોલીસકર્મીઓ દંગ રહી ગયા હતા.પોલીસે મૃતદેહનો કબજો મેળવીને તેને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપ્યું હતું.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *