અમદાવાદ : તા.21 મે 2022,શનિવાર કોંગ્રેસે હાર્દિક પટેલને ઘણું આપ્યું છે.હાર્દિક સીધા જ રાષ્ટ્રીય નેતૃત્વના સંપર્કમાં રહેતા હતાં.ચૂંટણીઓમાં સ્ટાર પ્રચારક બનાવ્યા.એટલું જ નહિ,પ્રચાર માટે હેલિકોપ્ટર આપ્યા હતાં.હજારો કાર્યકરોએ પ્રેમ આપ્યો ત્યારે હવે હાર્દિક પટેલ કોંગ્રેસને ગાળો બોલે છે તેમ કહી ધારાસભ્ય જીગ્નેશ મેવાણી હાર્દિક પટેલ પર આકરા પ્રહારો કર્યા હતા.મેવાણીએ હાર્દિક પટેલે કોંગ્રેસ છોડવા ના કારણને લઈને કહ્યું કે,હાર્દિક પટેલ પર 32 કેસ છે એટલે રાજકીય દબાણ હોઈ શકે જેના લીધે તેમને રાજીનામું આપ્યું છે.મેવાણી એ સ્પષ્ટ જણાવ્યું કે વિચારધારા એ વ નથી કે બદલી નંખાય એ તો રગોમાં હોવી જોઈએ.
કોંગ્રેસના નેતા જિજ્ઞેશ મેવાણીએ પત્રકાર પરિષદમાં એવા સવાલ ઉઠાવ્યા કે,હાર્દિકે ગરિમામાં રહીને કોંગ્રેસને છોડવી જોઈતી હતી.તે જે શબ્દો બોલ્યા છે એ યોગ્ય નથી.હું કોંગ્રેસમાં છું.પક્ષમાં વૈચારિક મતભેદ હોઈ શકે છે,પણ એ પક્ષની અંગત વાત છે.રાજીનામું આપતી વેળાએ રાહુલજીને ચિકન સેન્ડવિચ આપવાની વાત ક્યાં આવી? આ ઉપરાંત હાર્દિક પટેલે એમ પણ કહ્યું કે સરકારે મોટું મન રાખી અને અનામત આપી છે પણ એવું નથી પાટીદાર યુવાનોને ગોળીએ વીંધી દેવાયા અને પાટીદાર સમાજના લોકો પર પોલીસે અત્યાચાર કર્યો.અનામત લેવા માટે પાટીદાર સમાજે રોડ પર ઉતરવું પડયું અને તમામ સમાજ પાટીદાર સમાજને સહયોગ આપ્યો હતો.મેવાણીએ સવાલ કર્યો કે,માત્ર પાટીદારો સામે જ કેમ કેસ પરત ખેંચાયા.ઉનામાં દલિતો સામેના કેસ હજી પરત નથી લેવાયા.પદ્માવતી ફિલ્મના વિરોધ વખતે થયેલા કેસ કેમ પરત નથી લેવાયા.છતાય હાર્દિક બધું ભૂલી ગયા છે.વિચારધારા એ વ નથી,એ રગોમાં હોવી જોઈએ.કોંગ્રેસ આરએસએસ અને ભાજપની કટ્ટર વિચારધારા સામે લડવાની છે.અમે ઝુકવાના નથી. હાર્દિક પટેલે વારંવાર નિવેદન બદલ્યા છે.એક સમયે આંદોલન ચરમસીમાએ હતું ત્યારે આ જ હાર્દિકે કહ્યું હતું કે,મરતા મરી જઈશ પણ કદી રાજકારણમાં નહીં જાઉં કારણ કે હું રાજનેતા નથી.પરંતુ આ કથન બાદ એક જાહેર રેલીના માધ્યમથી રાહુલ ગાંધીના હસ્તે કોંગ્રેસ પ્રવેશ કર્યો ત્યારબાદમાં કોંગ્રેસ પ્રવેશ કર્યો.હવે ત્રણ વર્ષમાં જ હાર્દિકનો કોંગ્રેસથી પણ મોહભંગ થઈ ગયો છે.
હાર્દિકે કોંગ્રેસ પર જાતિવાદના રાજકારણના આક્ષેપો કર્યા છે ત્યારે મેવાણીએ પ્રહાર કરતાં કહ્યું કે હાર્દિક પટેલ સંઘર્ષના સાથી હતા.દેશના યુવાનો આશાની નજરથી જોતા હતા.વિચારધારા લોહીના ટીપા બરાબર હોય છે.હાર્દિક ૩ વર્ષ કોંગ્રેસ સાથે જોડાયેલા રહ્યા પણ અચાનક જ એવું તો શું થયું કે તેઓ નારાજ થયા.
‘હાર્દિક ઉપર 32 કેસોનું દબાણ હોવાથી રાજીનામું આપ્યું છે’

Leave a Comment