હાર્દિક પટેલને લઇને ફરી એક વખત રાજકારણમાં ગરમાવો આવ્યો છે.હાર્દિક પટેલ આમ આદમી પાર્ટીમાં જોડાશે તેવી ચર્ચા સોશિયલ મીડિયાના માધ્યમથી થઇ રહી હતી.ત્યારે આ વાતને હાર્દિક પટેલે પાયા વિહોણી ગણાવી હતી અને આમ આદમી પાર્ટીને ભાજપની B ટીમ ગણાવી હતી.ત્યારબાદ આમ આદમી પાર્ટીને પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલીયાએ પણ કોંગ્રેસની સામે ગંભીર આક્ષેપો કર્યા હતા.ત્યારે હાર્દિક પટેલે પ્રદેશ કોંગ્રેસનું નેતૃત્વ કરવાની ઈચ્છાને લઇને એક મહત્ત્વનું નિવેદન આપ્યું હતું.
હાર્દિક પટેલે કહ્યું હતું કે, મેં પહેલા પણ કહ્યું છે કે, મારે પ્રદેશ પ્રમુખ પણ નથી બનવું મારે CLP લીડર નથી બનવું.મારે ગુજરાતની જનતાનું કામ કરવું છે,મને ખબર છે કે, પદ વગર પણ કામ કરી શકીશ.મારૂ સ્પષ્ટ માનવું છે કે, આવનારા દિવસોની અંદર ગુજરાતના તમામ ગામડામાં સારું કામ કરીએ અને તેના માટે કોંગ્રેસ પાર્ટી તત્પર છે.
ગોપાલ ઈટાલીયા બાબતે હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, આ ગોપાલભાઈને કોંગ્રેસમાં આવવું હતું.ગોપાલ ઈટાલીયા કહેતા હતા કે, મારે કોંગ્રેસમાંથી જિલ્લા પંચાયત લડવી છે.આ જ ગોપાલભાઈને કોંગ્રેસમાં આવવું હતું.પણ કદાચ તેમને હવે નહીં આવવું હોય અને ગમ્યું નહી હોય.એમને કઈ વાંધો પડ્યો હશે એટલે પછી ન આવી શક્યા.બધા જ લોકોને પાર્ટીમાં જોડાવાનો અધિકાર છે.જેને જે પાર્ટીમાં જવું હોઈ તે પાર્ટીમાં જઈ શકે, કોઈને રોકાઈ નહી.અમે ભાજપવાળા થોડા છીએ કે,બધાને રોકીને રાખીએ.સમય આવે ત્યારે બધા નિર્ણય લેતા હોય છે.હું જ્યાં છું ત્યાં ખૂશ છું અને જે દુખી માણસ હોય તે જ ઘર બદલે.હું જ્યાં હોય ત્યાં ખૂશ હોવ તો મારે શા માટે આવા નિર્ણય કરવા પડે કારણ કે,મારામાં લડવાની તાકાત છે અને મારામાં જીગરો છે.
ઉલ્લેખનીય છે કે, આમ આદમી પાર્ટી બાબતે હાર્દિક પટેલે સુરતમાં નિવેદન આપતા જણાવ્યું હતું કે, ગુજરાતની અંદર જો કોઈ પાર્ટી ભાજપને હરાવી શકે તો તે કોંગ્રેસ પાર્ટી છે.આમ આદમી પાર્ટીને ભાજપ આર્થિક અને સામાજિક રીતે સહયોગ કરી રહ્યું છે.
ગુજરાતની અંદર આવનારા દિવસોમાં કોંગ્રેસ ખૂબ સારું પ્રદર્શન કરશે અને ગુજરાતના સત્તા સ્થાને થશે.