By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: હાર્દિક પટેલ પર નારાજ પાટીદારો હુમલો કરી શકે તેવા ઇનપુટ પોલીસને મળ્યા
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > હાર્દિક પટેલ પર નારાજ પાટીદારો હુમલો કરી શકે તેવા ઇનપુટ પોલીસને મળ્યા
AhmedabadGeneral

હાર્દિક પટેલ પર નારાજ પાટીદારો હુમલો કરી શકે તેવા ઇનપુટ પોલીસને મળ્યા

HM News
Last updated: 02/06/2022 9:54 AM
HM News
3 years ago
Share
SHARE

– પાટીદારોના નામ પર નેતા બનનાર હાર્દિક પટેલથી સમાજનો મોટો વર્ગ નારાજ

અમદાવાદ : પાટીદાર અનામત આંદોલનથી લડત શરૂ કરનાર હાર્દિક પટેલ હવે ભાજપનો ખેસ પહેરવાનો છે.જો કે હાર્દિક પટેલે ૧૪ પાટીદાર યુવાનોના મોતનો મલાજો ભુલીને ભાજપમાં જોડાઇ રહ્યો હોવાથી પાટીદાર સમાજના ચોક્કસ વર્ગમાં રોષ છે. જેના કારણે ગુરૂવારે કમલમ ખાતે હાર્દિકના કેસરિયા ધારણ કરતા સમયે કેટલાંક લોકો તેના પર હુમલો કરી શકે તેવા ઇનપુટ પોલીસને મળતા હવે ગુરૂવારે કમલમ પર બંદોબસ્ત વધારવા માટે આદેશ અપાયો છે.

હાર્દિક પટેલ ગુરૂવારે વિધિવત રીતે ભાજપમાં જોડાવાનો છે.જેને લઇને પાટીદાર સમાજના ચોક્કસ વર્ગમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.ખાસ કરીને પાટીદાર અનામત આંદોલન સમયે પોતાના પુત્ર કે ઘરના મોભી ગુમાવનારાઓને સરકાર દ્વારા જાહેર કરાયા મુજબની મદદ નથી કરવામાં આવી. તો પાટીદાર સમાજનો ઉપયોગ કરીને હાર્દિક પટેલે રાજકીય પાયો બનાવ્યો હોવાનો આરોપ પણ મુકાયો છે. ત્યારે હવે તે ભાજપનો ખેસ ધારણ કરશે તે વાતને લઇને તેના પરનો ગુસ્સો ચરમસીમા પર આવી શકે તેમ હોવાના ઇનપુટ આઇબીને મળ્યા છે.જેમાં કમલમમાં તેના પર કેટલાંક લોકો હુમલો થઇ શકે છે.જેમાં સમર્થકના રૂપમાં આવીને કોઇ કમલમ ખાતે માહોલ બગાડી શકે છે.

આ તમામ બાબતોને ધ્યાનમાં લઇને ગાંધીનગર પોલીસને બંદોબસ્ત વધારવા અને શંકાસ્પદ લોકો પર નજર રાખવા માટે સુચના આપવામાં આવી છે.એક પાટીદાર યુવકે જણાવ્યું હતું કે અનામત આંદોલન સમયે હાર્દિક પટેલે યુવાનોને ગેરમાર્ગે દોરીને સમગ્ર ગુજરાતમાં અરાજકતા સર્જવા માટે તૈયાર કર્યા હતા.જેમાં ૧૪ પાટીદારોના મોત થયા હતા.સેંકડો યુવકો પર પોલીસ કેસ થયા હતા.આમ, હવે હાર્દિક પોતાની રાજકીય મહત્વકાક્ષા પુરી કરવા માટે સમાજ સાથે પણ દગો કરી રહ્યો છે.જે ખેદજનક બાબત છે અને આનું પરિણામ હાર્દિકને ભોગવવુ પણ પડશે.

કન્હૈયાલાલના હત્યારાએ 2611 બાઇક નંબર માટે પાંચ હજાર એક્સ્ટ્રા ચૂકવ્યા
સ્થાનિક ચૂંટણી પહેલાં કોર્પેારેટરોમાં જૂથબંધી, ૪૦ ટકા ટિકીટથી વંચિત રહેવાની સંભાવના
ગુજરાત હાઇકોર્ટની મહિલા વકીલના પતિની પ્રેમલીલાનો પર્દાફાશ : સેટેલાઈટમાં ફરિયાદ
જીભના ઓપરેશન માટે દાખલ થયું હતું હિંદુ બાળક, ડૉક્ટર જાવેદ ખાને ધર્માંતરણના ઇરાદે કરી નાંખી સુન્નત
ઉધનામાં મોબાઈલ સ્નેચરનો પીછો કરવા જતા બાઈક સ્લીપ થતા યુવાનનું મોત
Share This Article
Facebook Email Print
Previous Article હાર્દિકે કહેલું કે, ‘BJP એક એવું વોશિંગ મશીન છે જેમાં નેતા પર લાગેલા કોઈ પણ પ્રકારના ડાઘ સાફ થઇ જાય અને હવે હાર્દિક પણ બેદાગ થઇ ગયો …!!
Next Article ભાજપ સામે બાંયો ચડાવનારાનું ભાજપમાં ‘હાર્દિક’ સ્વાગત
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up