હાલની PENADEMIC કન્ડીશન જોતા સરકાર ITR ભરવાની તારીખ લંબાવી શકે છે

HM News
1 Min Read

– હાલ ૩૧ જુલાઈ છે તે વધારવામાં આવે તેવી શકયતા : ટેકસ ઓડીટની તારીખ પણ વધી શકે છે

નવી દિલ્‍હી, તા. ૧૩ : સરકાર ઈન્‍કમટેક્ષપેયર્સને રાહત આપવા વિચાર કરી રહી છે.સૂત્રોના જણાવ્‍યા પ્રમાણે કોરોનાના કારણે એસેસમેન્‍ટ યર-૨૦૨૦-૨૧ માટે રીટર્ન ભરવાની તારીખને વધારવામા આવે તેવી શકયતા છે.હાલ ૩૧ જુલાઈ રીટર્ન ભરવાની અંતિમ તારીખ છે.આ સિવાય ટેક્ષ ઓડિટ કરવાની તારીખને પણ લંબાવવામાં આવે તેવી શકયતા છે.સૂત્રોના જણાવ્‍યા પ્રમાણે આ અંગે નાણા મંત્રાલય અને સીબીડીટી વચ્‍ચે બેઠકો ચાલી રહી છે.સૂત્રોના જણાવ્‍યા પ્રમાણે કરદાતાઓને ટેકસ રીટર્ન ફાઈલ કરવા માટે વધુ સમય મળી શકે છે.સરકાર આવા કેટલાક પગલા વિચારી રહી છે.ઈન્‍કમટેક્ષ રીટર્ન સાથે જોડાયેલ અલગ અલગ તારીખોને પણ વધારવા વિચાર થઈ રહ્યો છે.સૂત્રોના જણાવ્‍યા પ્રમાણે વિવાદ સે વિશ્વાસ સ્‍કીમની મુદત પણ વધી શકે છે.હાલ અંતિમ તારીખ ૩૦ જૂન છે.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *