મેલેરિયાની દવા કલોરોકિવન અને એન્ટી બાયોટિક એજિથ્રોમાઈસિન કોરોના મટાડી શકે છે: પરિક્ષણ શરૂ કરી દેવાયું
કોવિડ–૧૯ની સારવાર માટે દુનિયાભરના વૈજ્ઞાનિકો રસી અને દવા શોધી રહ્યા છે. દરમિયાન રાહતના સમાચાર આવ્યા છે કે પહેલાંથી જ બજારમાં રહેલી અન્ય બીમારીઓની સાત જેટલી દવાઓ આ મહામારીની સારવાર માટે કારગત સાબિત થઈ છે.
વિશ્ર્વ સ્વાસ્થ્ય સંગઠે આ દવાઓનું વિસ્તૃત પરિક્ષણ શરૂ કરી દીધું છે. ભારતીય ચિકિત્સા અનુસંધાન પરિષદ (આઈસીએમઆર)ના ડોકટરોએ આ સાત પૈકીની બે દવાઓના પ્રયોગ કરવાની સલાહ આપી છે.
ઈન્ટરનેશનલ જર્નલ ઓફ એન્ટીમાઈક્રોબિયલ એજન્ડમાં પ્રકાશિત અહેવાલ અનુસાર મેલેરિયાની દવા કલોરોકિવનની સાથે એન્ટી બાયોટિક એજિથ્રોમાઈસિન અન્ય દવાઓના મુકાબલે વધુ અસરદાર છે. કલોરોકિવનથી અંદાજે ૨૫ ટકા દર્દીઓ છ દિવસમાં સાજા થઈ રહ્યા છે. એચઆઈવી–એડસની સારવારમાં ઉપયોગ થતી દવા પણ લાભકારક સાબિત થઈ રહી છે. અત્યારે આ દવાઓથી દર્દીને સાજો થવામાં ૨૨ દિવસનો સમય લાગે છે.