By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: હિંદુત્વવાદી સરકારમાં મંદિર ડિમોલિશ કરાતા પાટીલના મતક્ષેત્ર નવસારીમાં ભાજપના 1100 કાર્યકરોએ આપ્યાં રાજીનામાં
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > હિંદુત્વવાદી સરકારમાં મંદિર ડિમોલિશ કરાતા પાટીલના મતક્ષેત્ર નવસારીમાં ભાજપના 1100 કાર્યકરોએ આપ્યાં રાજીનામાં
GeneralSouth Gujarat

હિંદુત્વવાદી સરકારમાં મંદિર ડિમોલિશ કરાતા પાટીલના મતક્ષેત્ર નવસારીમાં ભાજપના 1100 કાર્યકરોએ આપ્યાં રાજીનામાં

HM News
Last updated: 01/08/2022 9:30 AM
HM News
3 years ago
Share
SHARE

– જમાલપુરમાં દબાણને લઈ મહિલા અને પોલીસ વચ્ચે ઘર્ષણ
– પોલીસે મહિલાઓને માર મારતાં શહેરમાં રોષ
– ભાજપના આગેવાનોએ પ્રાથમિક સભ્યપદેથી આપ્યું રાજીનામું

નવસારી : નવસારીના જમાલપુર વિસ્તારમાં સર્વોદય સોસાયટીમાં ગેરકાયદે બનેલા રાધાકૃષ્ણ મંદિરનું દબાણ હટાવવા દરમિયાન પોલીસે મહિલાઓને માર મારતાં શહેરમાં રોષ જોવા મળી રહ્યો છે.જેને લઈને સ્થાનિકો દ્વારા વિશાળ રેલી કાઢી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.સાથે જ આજે સર્વોદય સોસાયટીમાં રહેતા ભાજપના આગેવાનો સહિત લોકોએ સામુહિક રીતે ભાજપના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું જિલ્લા ભાજપ પ્રમુખને સુપરત કર્યું હતું.

નવસારીના જમાલપુર વિસ્તારમાં સર્વોદય સોસાયટીની પાછળ આવેલી જમીનના માલિક અને સોસાયટી વચ્ચે રોડ બાબતે ઝઘડો થયો હતો.જેમાં સમાજે ગેરકાયદેસર રીતે મંદિર બનાવી રાધાકૃષ્ણની મૂર્તિઓની પૂજા શરૂ કરી હતી.ફરિયાદ નોંધાયા બાદ કલેક્ટર કોર્ટમાં મામલાની સુનાવણી હાથ ધરાતા ગેરકાયદેસર મંદિરનું બંધ હટાવવાનો આદેશ આપવામાં આવ્યો હતો.જેને ધ્યાનમાં રાખીને 25મી જુલાઈની સાંજે નુડાના અધિકારીઓ મહાનગરપાલિકાના કર્મચારીઓ અને પોલીસ કાફલા સાથે સોસાયટીમાં પહોંચ્યા હતા અને મંદિરને હટાવવાનો પ્રયાસ કર્યો હતો,જે દરમિયાન સમાજના લોકો વિરોધ પર ઉતરી આવ્યા હતા.જે બાદ પોલીસે બળપ્રયોગ કર્યો હતો.આ સાથે જ વિરોધ કરી રહેલી મહિલાઓને બળજબરીથી મંદિરની બહાર ધકેલી દેવામાં આવી હતી.પોલીસની હાજરીમાં મંદિરનું અતિક્રમણ હટાવવામાં આવ્યું હતું. જેથી મહિલાઓ પર થયેલા અત્યાચાર સામે સ્થાનિકો દ્વારા કેન્ડલ માર્ચ સાથે દેખાવો કર્યો હતો.એટલું જ નહિ પણ ભાજપના આગેવાનો સહિત 1100 લોકોએ સામુહિક રીતે ભાજપના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું જિલ્લા ભાજપ પ્રમુખને સુપરત કર્યું હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું.

વડોદરાના ડભોઈમાં મોડી રાત્રે અથડામણ : ગૌ તસ્કરો અને ગૌરક્ષકો સામે સામે આવી જતા મોટું ધીંગાણું થયું
ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલનો રિપોર્ટ કોરોના પોઝીટીવ આવતા ચકચાર, સૌરાષ્ટ્રમાં ગરબા અને રેલીઓમાં કોરોના સ્પ્રેડ થયો !
વિધાનસભાની ચૂંટણીને લઈને CR પાટીલનું મોટું નિવેદન : જુઓ વિડિઓ
હાઈકોર્ટની માનવતા : જેલમાંથી હંગામી જામીન પર છૂટેલા કેદીને કેમ આપી વધુ અઠવાડિયાની રાહત?
મૂકબધિર બાળકીએ પહેલીવાર વરસાદ અને વીજળીની ગર્જનાનો અવાજ સાંભળ્યો
Share This Article
Facebook Email Print
Previous Article સરકારે લવજેહાદ મુદ્દે ગંભીરતાથી કામ કરવાની જરૂર : ઉમિયાધામ પ્રમુખ જયરામ પટેલ
Next Article સુરતમાં સરથાણા PI કે.એમ ગુર્જરને ચડ્યું શુરાતન : ઈંડાની રેસ્ટોરન્ટમાં ધસી જઈ ગ્રાહકોને માર્યો માર : જુઓ વિડિઓ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up