– અગાઉ પણ વિવાદિત ટિપ્પણી કરી ચૂકેલા ‘કૉમેડિયન’ કુણાલ કામરાનો શૉ રદ કરવા માટે હિંદુ સંગઠનોએ રજૂઆતો કરી હતી
અગામી દિવસોમાં ગુરુગ્રામ ખાતે હિંદુ ધર્મની ઠેકડી ઉડાડવામાં પાવરધા કોમેડિયન કુનાલ કામરાનો સ્ટેન્ડ અપ શો હતો.જેની જાણકારી સ્થાનિક હિંદુ સંગઠનોને થતા તેમણે અવારનવાર હિંદુ ધર્મનું અપમાન કરી ચૂકેલા કોમેડિયન કુનાલ કામરાનો અગામી શો રદ્દ કરવાની માંગ સાથે એક પત્ર લખ્યો હતો.
મળતી માહિતી અનુસાર તારીખ 17 ડીસેમ્બરના રોજ ગુરુગ્રામના સ્ટુડિયો Xo બારમાં સેક્ટર 29માં તથાકથિત કોમેડિયન કુનાલ કામરાનો એક શો ગોઠવવામાં આવ્યો હતો.જેને લઈને વિશ્વ હિંદુ પરિષદે ગુરુગ્રામના ડેપ્યુટી કમિશનરને આ મહિનાની 17મી તારીખે યોજાનારા કોમેડિયન કુણાલ કામરાના શોને રદ કરવાનું આવેદન કરતો પત્ર લખ્યો હતો.અને કહ્યું હતું કે કુનાલ કામરા હિંદુ દેવી-દેવતાઓની મજાક ઉડાવે છે,જેના કારણે જિલ્લામાં તણાવ વધી શકે છે.જો આ શો રદ્દ નહીં થાય તો વીએચપીના કાર્યકરો વિરોધ કરશે તેમ પણ જણાવવામાં આવ્યું હતું.જે બાદ આયોજક બારના મેનેજમેન્ટે તથાકથિત સ્ટેન્ડ-અપ કોમેડિયન કુણાલ કામરાનો ગુરુગ્રામમાં આગામી સપ્તાહના અંતમાં યોજાતો શો રદ કરવાનો નિર્ણય લીધો છે.આ પહેલાં કામરા 17 અને 18 સપ્ટેમ્બરે સેક્ટર 29માં સ્ટુડિયો Xo બારમાં પર્ફોર્મન્સ આપવાનો હતો. 29 ઓગસ્ટના રોજ બારના પેજ પરની એક Instagram પોસ્ટમાં,બારે શોના સમય અને ટિકિટની વિગતો સાથે ‘કુણાલ કામરા લાઈવ’ નામનું પોસ્ટર બહાર પાડ્યું હતું.
VHP today given a letter to the @DC_Gurugram to cancel the show of AntiHindu Kunal Kamra scheduled in Gurugram on 17th of this month. These hatemongers must be booked under panel provisions of law. Can't be allowed to perform in public. The @gurgaonpolice sud take action. pic.twitter.com/jbLWPX4IRU
— विनोद बंसल Vinod Bansal বিনোদ বনসল వినోద్ బన్సాల్ (@vinod_bansal) September 9, 2022
વિશ્વ હિંદુ પરિષદના પત્રમાં શું લખ્યું છે?
વિશ્વ હિંદુ પરિષદ દ્વારા પાઠવવામાં આવેલા આ પત્રમાં તેમણે લખ્યું છે કે, કુનાલ કામરા નામનો એક તથાકથિત કલાકાર છે,જે સ્ટુડિયો Xo બારમાં 17 તારીખે એક શો કરવા આવી રહ્યો છે.આ વ્યક્તિ પોતાના શોમાં હિંદુ દેવી-દેવતાઓની ઠેકડી ઉડાડે છે,જેના કારણે તેની સામે આ પહેલાં પણ અનેક ફરિયાદો થઇ છે.આ શોના કારણે ગુરુગ્રામમાં તણાવભર્યું વાતાવરણ ઉભું થઇ શકે છે.જેથી આ શોને તાત્કાલિક ધોરણે રદ્દ કરવામાં આવે,અન્યથા વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તા વિરોધ પ્રદર્શન કરશે.વિશ્વ હિંદુ પરિષદે પાઠવેલા આ પત્ર બાદ આયોજકોએ તાત્કાલિક ધોરણે કુનાલ કામરાનો અગામી શો રદ્દ કરવાનો નિર્ણય લીધો હતો.હાસ્યના નામે હિંદુ સંસ્કૃતિનું અપમાન કરીને કરોડો હિન્દુઓની લાગણીઓને ઠેસ પહોંચાડી કમાણી કરતા આવા તથાકથિત કોમેડિયનોના દિવસો સારા ચાલી રહ્યા નથી.આ પહેલાં મુનવ્વર ફારૂકી નામના એક કહેવાતા કોમેડિયનના પુના અને અન્ય જગ્યાઓના શો રદ્દ થયા હતા.તો વિદેશમાં જઈને ભારતવિરોધી કવિતાઓ ગાતા વિર દાસના ગુજરાતમાં ઠેકઠેકાણે આયોજિત થયેલા શો હિંદુ સંગઠનોની રજૂઆતો બાદ રદ્દ કરી દેવામાં આવ્યા હતા.

