– મહાપંચાયતના આયોજકોનું કહેવું છે કે, આ કાર્યક્રમમાં કોઈ વિવાદિત ટીપ્પણી કરવામાં નથી આવી
નવી દિલ્હી, તા. 04 એપ્રિલ 2022, સોમવાર : દિલ્હી પોલીસે બુરાડીમાં આયોજિત કરવામાં આવેલી હિન્દુ મહાપંચાયતમાં આપવામાં આવેલ ઘૃણાસ્પદ નિવેદનને લઈને ત્રણ એફઆઈઆર નોંધી છે.પોલીસે એમ પણ કહ્યું છે કે, જે લોકો સોશિયલ મીડિયા પર અફવાહ ફેલાવાનું કામ કરશે તેની સામે પણ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
દિલ્હી પોલીસે પ્રથમ એફઆઈઆર પરવાનગી વગર કાર્યક્રમનું આયોજન કરવા માટે નોંધી છે.તેના માટે પોલીસે કાર્યક્રમના આયોજક અને સેવ ઈન્ડિયા ફાઉન્ડેશનના સંસ્થાપક પ્રીત સિંહ સામે કેસ નોંધ્યો છે. બીજી એફઆઈઆર પોલીસે કાર્યક્રમ દરમિયાન પત્રકારો સાથે મારપીટ કરવા બદલ નોંધી છે. ત્રીજી એફઆઈઆર સોશિયલ મીડિયા પર ખોટી માહિતી ફેલાવવાને લઈને કરી છે.વિવાદિત નિવેદનો માટે પ્રસિદ્ધ ડાસના દેવી મંદિરના મુખ્ય પૂજારી યતિ નરસિંહાનંદે ફરી એક વખત વિવાદિત નિવેદન આપ્યું છે.તેમણે કહ્યું કે, જો દેશનો વડાપ્રધાન મુસ્લિમ બની જશે તો 20 વર્ષમાં દેશના 50% હિન્દુ ધર્માંતરણ કરી લેશે.
બુરાડી મેદાનમાં આયોજિત આ કાર્યક્રમમાં દિલ્હી પ્રશાસને મંજૂરી નહોતી આપી.સેવ ઈન્ડિયા ફાઉન્ડેશનના રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રીત સિંહના નેતૃત્વમાં આયોજિત આ કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદ સાથે જોડાયેલા સુરેન્દ્ર ગુપ્તા,સુદર્શન ટીવીના પ્રધાન સંપાદક સુરેશ ચૌહાણ પણ ઉપસ્થિત હતા. ઘણા હિન્હુવાદી સંગઠનના પ્રતિનિધિઓ પણ સામેલ હતા.હીરાલાલ પાંડે ધર્મપાલ ગોયલ પિંકી ચૌધરી,સત્યનારાયણ ગર્ગ અને દેવેન્દ્ર સિંહ વક્તાના રૂપમાં સામેલ હતા.
મહાપંચાયતના આયોજકોનું કહેવું છે કે, આ કાર્યક્રમમાં કોઈ વિવાદિત ટીપ્પણી કરવામાં નથી આવી.પરંતુ સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોમાં નરસિંહાનંદ એ કહેતા સંભળાઈ રહ્યા છે કે, 2029, 2034, 2039માં કોઈ મૂસલમાન દોશના વડાપ્રધાન બનશે.જો એક વખત મુસલમાન વડાપ્રધાન બની જશે તો 50% હિન્દુ ધર્માંન્તરણ કરશે, 40% લોકો માર્યા જશે.બાકી રહેલા 10% લોકો શરણાર્થી શિબિરોમાં રહેશે અથવા દેશ છોડીને ચાલ્યા જશે.

