– સોમવાર તા. 14મીથી શનિવાર તા. 19 ફેબ્રુઆરી સુધી આ કલમ શાળાઓ અને કોલેજો ફરતે કડક રીતે અમલી કરાશે
મેંગાલુરૂ : કર્ણાટકમાંથી જ શરૂ થયેલો હિજાબ વિવાદ શમવાનું નામ નથી લેતો તે મેંગાલુરૂમાં વધુ તીવ્ર બનતા મેંગ્લોર પોલીસ કમીશ્નરને શહેરમાં ફોજદારી ધારાની કલમ ૧૪૪ અમલમાં મુકવી પડી છે અને વિશેષત: શાળાઓ અને કોલેજો ફરતે તો તેનો ઘણી કડક રીતે અમલ કરવામાં આવી રહ્યો છે.સીટી પોલીસ કમિશ્નરે તે આજ (સોમવાર તા. ૧૪ ફેબ્રુઆરી)થી શનિવાર તા. ૧૯ ફેબ્રુઆરી સુધી અમલી કરવા નિર્ણય લીધો છે.આ હુકમ હિજાબ વિવાદને પગલે સાવચેતી રૂપે લેવામાં આવી રહ્યો છે.
ઉલ્લેખનીય તે છે કે કોરોના મહામારીની દ્રષ્ટિએ રાજ્ય સરકારે હજી સુધી હાઈસ્કૂલો બંધ રખાવવા હુકમો આપ્યા હતા.તે દિવસો રજાના દિવસો ગણવામાં આવ્યા હતા.
આ પછી પોલીસ કમીશ્નર એન. શશીકુમારે આજે આપેલા કલમ ૧૪૪ નીચેના પ્રતિબંધક હુકમો સોમવાર સવારના ૬ વાગ્યાથી તા. ૧૪મી ફેબ્રુઆરીથી તા. ૧૯ ફેબ્રુઆરી અને શનિવારના સાંજના ૬ વાગ્યા સુધી અમલી રહેશે.આ અંગે પોલીસ કમીશ્નરે જણાવ્યું હતું કે, વાસ્તવમાં મેંગાલુરૂ શહેર જ સમગ્રત: સંવેદનશીલ વિસ્તાર ગણાય છે તેથી શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા આ પ્રતિબંધક હુકમો પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે.

