– કરૌલી જઇ રહેલા ભાજપ યુવા મોરચાના અધ્યક્ષ તેજસ્વી સૂર્યા સહિત અન્ય નેતાઓની અટકાયત, રોડ પર ધરણા કર્યા
કરૌલી : રાજસ્થાનના કરૌલીમાં બીજી તારીખે હિન્દૂઓની બાઇક રેલી પર મુસ્લિમ વિસ્તારમાં ભારે પથ્થરમારો થયો હતો જેમાં ૪૦થી વધુ લોકો ઘવાયા હતા.આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં તંગદીલીનો માહોલ છે ત્યારે અનેક હિન્દૂઓ મુસ્લિમ બહુમત વાળા આ વિસ્તારમાંથી હિજરત કરી રહ્યા છે.અને પોતાની સંપત્તિને વેચવા પણ કાઢી છે.તેઓનો આરોપ છે કે ચોક્કસ વર્ગના લોકોએ અમારી સંપત્તિ પર કબજો પણ કરી લીધો છે.
એક આઇપીએસ અધિકારીએ મીડિયાને જણાવ્યું હતું કે કરૌલની સ્થિતિ એટલી ખરાબ છે કે આ વિસ્તારમાંથી અનેક લોકોએ પલાયણ કર્યુું છે.તેઓ કરૌલી અથવા તો અન્ય વિસ્તારોમાં જતા રહ્યા છે અને પોતાની દુકાનો તેમજ ઘરોને તાળા મારી દીધા છે.જ્યારે અનેક જગ્યાઓ પર સંપત્તિ વેચવાની છે તેવા પાટિયા પણ લગાવવામાં આવ્યા છે.આ લોકોને પરત પોતાના વિસ્તારમાં લાવવાના પ્રયાસો થઇ રહ્યા છે.
હિજરત કરનારાઓમાં જાટવ,ખટીક,ધોબી,કુમાવત સમાજના લોકોનો પણ સમાવેશ થાય છે. બીજી તરફ આ મામલો રાજકીય સ્વરુપ ધારણ કરી રહ્યો છે.કેમ કે ભાજપ યુવા મોર્ચાના રાષ્ટ્રીય પ્રમુખ તેજસ્વી સૂર્યા હિન્દૂઓને ન્યાય અપાવવા માટે આ વિસ્તારમાં પહોંચ્યા હતા.જોકે તેમને વચ્ચે જ અટકાવવામાં આવ્યા હતા.બે ધર્મના લોકો વચ્ચે ઘર્ષણ ન થાય તે હેતુથી તેજસ્વી સૂર્યાને વચ્ચે જ અટકાવી દેવાયા હોવાનો દાવો પોલીસ દ્વારા કરાયો હતો.
પોલીસે વચ્ચે જ તેમને અટકાવી દેતા તેઓ રોડ પર જ ધરણા માટે બેસી ગયા હતા.તેમના સમર્થકો પણ તેમની સાથે જોડાયા હતા.બાદમાં તેમની અટકાયત કરાઇ હતી અને પછી છોડી મુકવામાં આવ્યા હતા.તેઓએ જયપુરમાં ન્યાય યાત્રા પણ કાઢી હતી.બાદમાં તેઓ તંગદીલી ભર્યા કરૌલી વિસ્તારમાં જવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે જ તેમને અટકાવી દેવાયા હતા.

