– હિન્દુઓને શસ્ત્ર ઉઠાવવા નરસિંહાનંદનું એલાન
– જો કોઈ મુસ્લિમ વડાપ્રધાન પદે આવશે તો પછી હિન્દુઓ ઇસ્લામ ધર્મ અંગીકાર કરી લેશે
ગાઝિયાબાદ : મસ્જીદોમાં લાઉડ સ્પીકર ઉપર પ્રતિબંધ મૂકવા માટે દેશભરમાં ચાલી રહેલી ચર્ચા દરમિયાન કથક ડાન્સરમાંથી આધ્યાત્મિક ગુરૂ બની ગયેલા પુલકિત મિશ્રા ઉર્ફે પુલકિત મહારાજે એક ધર્મના અનુયાયીઓ વિષે કરેલા કહેવાતા વિવાદાસ્પદ વાક્ય પ્રયોગો અંગે તેઓ વિરૂદ્ધ FIR નોંધવામાં આવી છે.તે ઉપરાંત તેઓએ હિન્દુઓને પણ આતંકી બની જવા આપેલું એલાન પણ વિવાદાસ્પદ બની ગયું છે.તે પણ તે FIR માં સમાવિષ્ટ કરવામાં આવ્યું છે.
રવિવારે રાત્રે તેઓના આ વિવાદાસ્પદ વિધાનો વિડિયો વાયરલ થયા હતા.જે સાહિબાબાદ સાથે જોડાયેલો હતો.પુલકિત મહારાજે એક ધર્મના લોકોને અર્ચના કરવા સંબંધે કરેલી વિવાદાસ્પદ ટિપ્પણીઓ સાથે તેઓને હિન્દુ ધર્મમાં સામેલ થવાનો પ્રસ્તાવ મુક્યો હતો.તેઓએ કહ્યું હતું કે, મહમદ ગઝની હજી મર્યો નથી.પુલકિત મહારાજનો આ વિડિયો સમાજવાદી પાર્ટીના મીડીયા સેલે પણ શેર કર્યો હતો જો કે લાઇવ હિન્દુસ્તાન ડોટ કોમ સ્વતંત્ર રીતે તે વિડિયોની સ્વતંત્રતાની પુષ્ટિ નથી કરતું.
આ વિવાદાસ્પદ વિધાનો અંગે ગાઝિયાબાદ પોલીસે સાહિબાબાદ પોલીસ થાણામાં ફરિયાદ કરવામાં આવી છે.પોલીસ તે વાયરલ વિડિયોની પણ તપાસ કરી રહી છે.

