નવી દિલ્હી,તા.18 ઓગસ્ટ : અફઘાનિસ્તાન પર તાલિબાનના કબ્જા બાદ આશ્ચર્યજનક રીતે ભારતમાં તાલિબાનના વખાણ કરનારા પણ લોકો સામે આવી રહ્યા છે.
સમાજવાદી પાર્ટીના સાંસદ શફીકુર્રહમાન બાદ હવે ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના પ્રવક્તા મૌલાના સજ્જાદ નોમાનીએ પણ તાલિબાનના સમર્થનમાં નિવેદન આપ્યુ છે.તેમણે કહ્યુ છે કે, તાલિબાને દુનિયાની સૌથી શક્તિશાળી સેનાના માત આપી છે અને તેમના આ નિવેદનની ટીકા પણ થઈ રહી છે.મૌલાના સજ્જાદે કહ્યુ હતુ કે, હથિયાર વગરની કોમે મજબૂત સેનાને હાર આપીને ફરી ઈતિહાસ રચ્યો છે.કાબુલના મહેલમાં તાલિબાનોના પ્રવેશના અંદાજને આખી દુનિયાએ જોયો છે. તેમનામાં કોઈ ઘમંડ નહોતો. તેમણે કોઈ મોટી વાતો નહોતી કરી.તાલિબાની યુવાનો કાબુલની જમીનને ચૂમી રહ્યા હતા. તમને હિન્દી મુસલમાન સલામ કરે છે. તમારી હિંમતને સલામ કરે છે.
તાલિબાનના શાસનને લઈને ખુદ અફઘાન લોકોનો એક મોટો વર્ગ અને ખાસ કરીને મહિલાઓ ડરેલી છે ત્યારે ભારતના મુસ્લિમ પર્સનલ લો બોર્ડના પ્રવક્તાએ જે રીતે ખુલ્લેઆમ તાલિબાનના ભરપૂર વખાણ કર્યા છે તેનાથી ઘણા લોકોને આંચકો લાગી રહ્યો છે.

