By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: હિન્દુ ધર્મ અને હિન્દુત્વ અલગ છે, રાહુલ ગાંધીએ આડકતરી રીતે કર્યો સલમાન ખુરશીદનો બચાવ?
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > હિન્દુ ધર્મ અને હિન્દુત્વ અલગ છે, રાહુલ ગાંધીએ આડકતરી રીતે કર્યો સલમાન ખુરશીદનો બચાવ?
GeneralNational

હિન્દુ ધર્મ અને હિન્દુત્વ અલગ છે, રાહુલ ગાંધીએ આડકતરી રીતે કર્યો સલમાન ખુરશીદનો બચાવ?

HM News
Last updated: 12/11/2021 11:19 AM
HM News
4 years ago
Share
SHARE

નવી દિલ્હી,તા.12.નવેમ્બર : હિન્દુત્વની ISIS જેવા આતંકી સંગઠનો સાથે તુલના કરવા બદલ કોંગ્રેસના નેતા સલમાન ખુરશીદનુ નવુ પુસ્તક વિવાદમાં ઘેરાયુ છે ત્યારે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ખુરશીદનો બચાવ કર્યો છે.

આ મુદ્દે ભાજપ કોંગ્રેસ પર માછલા ધોઈ રહી છે ત્યારે રાહુલ ગાંધીએ આ વિવાદમાં આડકતરી રીતે ઈશારો કરીને નિવેદન આપ્યુ છે.સંગઠનના કાર્યક્રમમાં રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે, હિન્દુ ધર્મ અને હિન્દુત્વ અલગ-અલગ છે.જો તે એક જ હોત તો તેમનુ નામ પણ એક જ હોત.રાહુલ ગાંધીએ સવાલ કર્યો હતો કે, શું હિન્દુત્વનો અર્થ કોઈ સિખ કે મુસ્લિમને મારવાનો થાય છે, શું હિન્દુત્વનો અર્થ એ છે કે કોઈ અખલાકને મારો? આવુ કયા પુસ્તકમાં લખ્યુ છે? મેં ઉપનિષદ વાંચ્યા છે પણ તેમાં આવુ નથી જોયુ, ક્યાં એવુ લખ્યુ છે કે તમે કોઈ નિર્દોષની હત્યા કરો?

રાહુલ ગાંધીએ કાર્યકરો સમક્ષ ઉદાહરણ રજૂ કરતા કહ્યુ હતુ કે, એક વખત મારી ચીનના કેટલાક નેતાઓ સાથે વાત થઈ હતી અને આ નેતાઓએ મને કહ્યુ હતુ કે અમે કોમ્યુનિસ્ટ છે પણ ચીનની કેટલીક વિશેષતાઓ ધરાવતા કોમ્યુનિસ્ટ છે ..તો મેં તેમને કહ્યુ હતુ કે, આ બંને વસ્તુઓ એક સાથે હોવી શક્ય નથી..જો તમે કોમ્યુનિસ્ટ છો તો કોમ્યુનિસ્ટ જ તરીકે તમારે ઓળખાવુ જોઈએ…લોજિક બહુ સિમ્પલ છે કે, જો તમે હિન્દુ છો તો તમારે હિન્દુત્વની જરુર શું છે..નવા નામની જરુર શું છે?

રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે, વિચારધારાની લડાઈ સૌથી મહત્વની બની ગઈ છે.ભારતમાં કોંગ્રેસ પાર્ટીની અને આરએસએસની વિચારધારા છે.આજે હિન્દુસ્તાનમાં આરએસએસની વિચારધારા નફરત ફેલાવી રહી છે અને કોંગ્રેસની વિચારધારા લોકોમાં ભાઈચારો ફેલાવવાનુ કામ કરી રહી છે.હવે સમય આવી ગયો છે કે, આપણી વિચારધારાના મૂળિયા સંગઠનમાં પણ ઉંડા કરવાના છે.

ગુજરાતમાં ટૂંક સમયમાં વિશેષ મહિલા સુરક્ષા સમિતિ બનાવવાની ગૃહમંત્રી હર્ષ સંઘવીની જાહેરાત
ફોક્સ ન્યૂઝનું ડોમિનિયન વોટિંગ સાથે 64,000 કરોડમાં સમાધાન
શિવસૈનિકોનું બળવો કરનારા વિધાનસભ્યો સામે વિરોધ-પ્રદર્શન
FDIના નિયમ ભંગ બદલ EDએ એમેઝોન વિરૃદ્ધ કેસ દાખલ કર્યો
કેરળમાં વૃદ્ધ દંપતિની હત્યા બદલ બાંગ્લાદેશના નાગરિકને ફાંસીની સજા
Share This Article
Facebook Email Print
Previous Article પરમબીરસિંહને ભાગેડું જાહેર કરી તેમની સંપત્તિ જપ્ત કરવાની સીઆઇડીની તૈયારી
Next Article વૈશ્વિક અને સ્થાનિક સ્તરે અનેક સાનુકૂળ પરિબળો અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની આગેવાની હેઠળ ભારતીય શેરબજારમાં ૭૬૭ પોઈન્ટનો પ્રત્યાઘાતી ઉછાળો…!!
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up