હિમાચલ પ્રદેશથી ચરસનો જથ્થો લઇ આવેલા યુવક-યુવતીને સુરત ક્રાઇમ બ્રાન્ચે દબોચ્યા : 58 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો

HM News
2 Min Read

સુરત,તા.17 જાન્યુઆરી 2023,મંગળવાર : સુરત ક્રાઈમ બ્રાન્ચે ચરસના જત્થા સાથે એક યુવક યુવતીની ધરપકડ કરી છે.પોલીસે 11,866 રૂપિયાનું 79.240 ગ્રામ ચરસનો જત્થો અને અન્ય મુદામાલ મળી કુલ 57,966 રૂપિયાની મત્તા કબજે કરી હતી. તેમજ પોલીસ તપાસમાં આરોપીઓ હિમાચલથી આ ચરસનો જત્થો લાવ્યા હોવાની કબુલાત કરી હતી.

સુરત ક્રાઈમ બ્રાંચને માહિતી મળી હતી કે એક યુવક યુવતી ચરસના જત્થા સાથે સુરત શહેરમાં આવનાર છે.માહિતીના આધારે સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે વોચ ગોઠવી સુરત રેલ્વે સ્ટેશન પાર્કિંગ પાસેથી અડાજણ હનીપાર્ક રોડ પાસે રહેતા શ્રેયાંસ રાકેશભાઈ ગાંધી (ઉ.૨૩) અને અડાજણ પ્રાઈમ આર્કેડ પાસે રહેતી પ્રીતિ પટેલ નામની યુવતીને ઝડપી પાડી હતી.પોલીસે તેઓની પાસે તપાસ કરતા તેઓની બેગમાંથી 11,866 રૂપિયાનું 79.240 ગ્રામ ચરસનો જત્થો મળી આવ્યો હતો.જેથી પોલીસે આરોપીઓની ધરપકડ કરી કુલ ચરસનો જત્થો અને અન્ય મુદામાલ મળી કુલ 57,966 રૂપિયાની મત્તા કબજે કરી હતી.યુવક યુવતીની પૂછપરછમાં સામે આવ્યું હતું કે તેઓ હિમાચલ પ્રદેશના કુલુ જિલ્લાના ક્સોલ ખાતેથી આ ચરસનો જત્થો ખરીદી રેલ્વેમાં બેસી સુરત લાવ્યા હતા.તેમજ આરોપી શ્રેયાશ વર્ષ 2021માં હિમાચલ પ્રદેશના ભુનતર પોલીસ સ્ટેશનમાં 650 ગ્રામ ચરસ સાથે પકડાયો હતો તેમજ એનસીબી દ્વારા વર્ષ 2021ના વર્ષમાં 7 ગ્રામ ચરસના જત્થા સાથે પકડી અડાજણ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવ્યો હતો.આ સમગ્ર મામલે બંને યુવક યુવતી સામે મહિધરપુરા પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે અને આ સમગ્ર મામલે પોલીસે ઊંડાણ પૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *