જૂનાગઢના તોરણીયામાં સરપંચ તેમજ ગામના આગેવાનોએ આમ આદમી પાર્ટીની સભામાં હોબાળો કર્યો હતો.ગ્રામજનોએ આપને હિન્દુ વિરોધી માનસિકતા ધરાવતી પાર્ટી કહી ગામમાં પ્રવેશ ના કરવા જણાવ્યું હતુ.નોંધનીય છે કે, આમ આદમી પાર્ટી દ્વારા તોરણીયા ખાતે જનસંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ.સંરપચ સહિતના આગેવાનોએ કાર્યક્રમ બંધ કરાવ્યો હતો.સમગ્ર ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયમાં વાયરલ થયો છે.
– તોરણીયામાં આમ આદમી પાર્ટીની સભામાં હોબાળો
– સંરપચ સહિતના આગેવાનોએ કાર્યક્રમ કરાવ્યો બંધ
– ગ્રામજનોએ આપને હિન્દુ વિરોધી પાર્ટી ગણાવી
– જૂનાગઢના તોરણીયામાં “આપ” ની સભામાં હોબાળો
– સરપંચ તેમજ ગામના આગેવાનોએ આપ ના કાર્યકરોને લીધા ઉધડા
– હીન્દુ વીરોધી માનસિકતા ધરાવતી પાર્ટીએ ગામમાં પ્રવેશ કરવો નહીં
– અમારી વીચારધારા ભાજપની છે
– અમારા નામ ખોટી રીતે કેમ સોશિયલ મીડિયામાં પોસ્ટ કેમ કરો છો
– પહેલા પ્રચાર કેમ કરવો તે શીખો
– આમ આદમી પાર્ટી દ્વારા તોરણીયા ખાતે હતો જનસંવાદ કાર્યક્રમ
– ગઈકાલે રાતે પ્રોજેક્ટર પર ચાલી રહ્યો હતો કાર્યક્રમ
– સંરપચ સહિતના આગેવાનોએ કાર્યક્રમ બંધ કરાવ્યો
– આપના કાર્યકરોની એક પણ વાત સાંભળવામાં ન આવી
– આપના કાર્યકરોને અંતે તોરણીયા માંથી કાર્યક્રમ અધુરો મુકી જતું રહેવું પડ્યું
– આ સમગ્ર ઘટનાનો વીડિયો થયો વાયરલ
ઉલ્લેખનીય છે કે ગુજરાત રાજ્યની ચૂંટણીમાં આમઆદમી પાર્ટી તડામાર તૈયારી સાથે મેદાને ઉતરવાની છે.આ ચૂંટણીએ પ્રતિષ્ઠાનો જંગ બનીને રહેશે.મતદારોનો મિજાજ શું રહેશે તે આવનારા દિવસોમાં જોવાનું રહ્યું.