નવી દિલ્હી,તા.16.ડિસેમ્બર,2021 : પશ્ચિમ બંગાળ ચૂંટણી બાદ બંગાળ ભાજપમાં ચાલી રહેલુ ઘમાસાણ અટકી રહ્યુ નથી.બંગાળમાં ભાજપના સૌથી પ્રમુખ ચહેરા પૈકીનો એક અ્ને એક્ટ્રેસ રુપા ગાંગુલી પણ પાર્ટી છોડી શકે છે તેવી અટકળો શરુ થઈ છે.રુપા ગાંગુલી રાજ્યસભામાં સાંસદ છે અને તેમણે સોશિયલ મીડિયા પર મુકેલી પોસ્ટમાં કહ્યુ છે કે,હું એક નાની કાર્યકર છું અને પાર્ટી મને ઈચ્છે ત્યારે કાઢી મુકી શકે છે.હું રાજકારણ માટે ફિટ નથી તેવુ પાર્ટીને ખબર પડી ગઈ છે.
તેમણે કહ્યુ હતુ કે,મને 2015માં નગર નિગમની ચૂંટણી વખતે બહુ માનસિક અને શારીરિક પીડા સહન કરવી પડી હતી.હું માનુ છું કે,રાજનીતિ માટે હું ફિટ નથી.પાર્ટી મને કારણ દર્શક નોટિસ આપી શકે છે અને સસ્પેન્ડ કરી શકે છે પણ મને પાર્ટી છોડવા મજબૂર કરી શકે તેમ નથી.ઉલ્લેખનીય છે કે,રુપા ગાંગુલી નગર નિગમની ચૂંટણીમાં પોતાના નિકટના નેતાને ટિકિટ નહીં અપાઈ હોવાથી નારાજ છે.અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હેલા નેતા ગૌરવ બિશ્વાસ માટે તેમણે ટિકિટ માંગી હતી અને હવે તેમણે કહ્યુ છે કે,હું તેમના ચૂંટણી પ્રચાર માટે પણ જઈશ.