- પારિવારિક ઝઘડાની અદાવતમાં હુમલો કરાયો.સુરતના પાંડેસરામાં આવેલા બમરોલી મિલન પોઇન્ટની એક ઓફિસમાં 8-10 જણાએ બે મિત્રો પર જીવલેણ હુમલો કરી એકને પીઠમાં ચપ્પુ ઘુસાડી ભાગી ગયા હતાં.એટલું જ નહીં પણ માત્ર 2-3 મિનિટમાં જ બન્નેને 4-5 ઘા મરાયા હોવાનું સામે આવ્યું છે.હુમલા પાછળ અંગત અદાવત હોવાનું ઇજાગ્રસ્ત કહી રહ્યા છે.ઓટો રિક્ષામાં સુરત સિવિલ લવાયેલા બે પૈકી એકને તાત્કાલિક ઓપરેશનમાં લવાયો છે.ડોકટરોએ કલ્લું મિસ્ત્રીની હાલત ગંભીર હોવાનું જણાવ્યું છે.
- બચાવવા પડેલાને ચપ્પુ ઘુસ્યું
સીનકુ કુમાર શર્મા (બિલ્ડર)એ જણાવ્યું હતું કે,કન્સ્ટ્રક્શનની સાઇડ ઉપર મિલકતની લે વેચ કરતા ચિંતું ઉર્ફે ધર્મેન્દ્ર પાંડેની ઓફીસ પર કોન્ટ્રાકટર કલ્લું મિસ્ત્રી સાતહે ગયા હતાં.અચાનક 8-10 જણા હાથમાં તલવાર અને ચપ્પુ લઈને ઓફિસમાં ઘુસી ગયા હતા.ચિંતું કોણ છે? એમ કહેતા બસ મારું પૂછે એમ કહી ઉભો થતા મારી ઉપર તૂટી પડ્યા હતા. બચાવવા આવેલા કલ્લુંની પીઠ પર ચપ્પુ ઘુસાડી આડેધડ તલવાર ફેરવી રહ્યા હતા.ગણતરીની મિનિટોમાં કલ્લું અને ચિંતું (મિલકત લે વેચ કરનાર)ને પણ ઉપરા ઉપરી ઘા મારી ભાગી ગયા હતા. - પારિવારિક ઝઘડામાં હુમલો
ચિંતું ઉર્ફે ધર્મેન્દ્ર પાંડે (ઇજાગ્રસ્ત) એ જણાવ્યું હતું કે,હુમલાખોર મહાવીર દુબે અને તેના માણસો હતા.છેલ્લા કેટલાક સમયથી મહાવીર દુબેનો પારિવારિક ઝઘડો ચાલી રહ્યો છે.જેની અદાવત રાખી મારી સાથે ફોન પર ગાળા ગાળી કરી રહ્યો હતો.મેં ફોન નંબર બ્લોકમાં નાખી દેતા આજે અચાનક હુમલો કરી દીધો હતો.મને મારવા આવ્યા હતા અને કલ્લુંને ચપ્પુના ઘુસાડી ભાગી ગયા છે.
સુરતમાં હુમલાખોરો તલવાર ચપ્પા સાથે ઓફિસમાં ઘુસ્યા,યુવકને પીઠના ભાગે ચપ્પુ ઘુસાડી દેતા સિવિલ હોસ્પિટલ ખસેડાયો

Leave a Comment