નવી િદલ્હી : મહંમદ પયગમ્બર અંગેની વિવાદિત ટિપ્પણી પછી સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે ત્યારે કોંગ્રેસ નેતા શશી થરુરે રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ મુદ્દે મૌન તોડવા જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે,દેશમાં ઉશ્કેરણીજનક ભાષણો અને‘ઇસ્લામોફોબિક’ઘટના અંગે વડાપ્રધાનના મૌનનું અર્થઘટન કેટલાક લોકો તેમની માફી તરીકે કરી રહ્યા છે.
થરુરે જણાવ્યું હતું કે,“તાજેતરના વર્ષોમાં ભારત સરકારે મુસ્લિમ દેશો સાથેના સંબંધ મજબૂત બનાવવા‘અસરકારક પગલાં’લીધા છે,પણ કરુણતા એ છે કે અત્યારે આ સંબંધો જોખમમાં છે.”ઉલ્લેખનીય છે કે, પયગંબર અંગેની ટિપ્પણી સામે ઘણા મુસ્લિમ દેશોએ વિરોધ નોંધાવ્યો હતો અને એ વિવાદિત ટિપ્પણી થઈ ત્યારે વડાપ્રધાન મોદીને દરમિયાનગિરી કરવા જણાવ્યું હતું.”થરુરે કહ્યું હતું કે,“વડાપ્રધાન માટે દેશમાં ઉશ્કેરણીજનક ભાષણો અને‘ઇસ્લામોફોબિક’ઘટના અંગે મૌન તોડવાનો સમય પાકી ગયો છે.મને ખાતરી છે કે તે(મોદી)પણ સમજે કે આ પ્રકારની વિભાજનકારી ઘટનાઓ ભારતના વિકાસ અને સમૃદ્ધિના તેમના વિઝનને પણ નુકસાન પહોંચાડે છે.એટલે‘સબકા સાથ,સબકા વિકાસ,સબકા વિશ્વાસ’ની નીતિના ભાગરૂપે તેમણે લોકોને આવી વર્તણૂક રોકવા અપીલ કરવી જોઇએ.”કોંગ્રેસના અન્ય વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ ગૃહમંત્રી પી ચિદમ્બરમે જણાવ્યું હતું કે,ભાજપે જે બે હોદ્દેદારોની હકાલપટ્ટી કરી છે તેમના વિવાદિત નિવેદન પછી વડાપ્રધાન તાત્કાલિક બોલવું જોઇતું હતું.તેમણે જણાવ્યું હતું કે,“વડાપ્રધાનનું મૌન મૂંઝવનારું છે.અગાઉની ઘટનાઓમાં પણ તેમણે આવું જ કર્યું હતું.