અમદાવાદ : આઈ એમ હેપિનેસએ સુખ અને જ્ઞાનાત્મક ફિટનેસની રિસર્ચ લેબ છે.તેમનું મિશન ભારતના હેપિનેસ ઈન્ડેક્ષમાં વધારો કરવાનું છે.આજે યોજાયેલ હેલો હેપિનેસ ઇનિશિએટિવમાં લોકોને વન ટુ વન એટલે કે વ્યક્તિગત રીતે વિશિષ્ટ માર્ગદર્શન અપાયું હતું.આ એક્ટિવિટી કારકિર્દીની ચિંતા,સંબંધોની સમસ્યાઓ,નાણાકીય ચિંતા,ભાવનાત્મક અસંતુલન,ભય,તાણ અને અનિદ્રાની સમસ્યાથી લઈને પોતાના જીવનમાં ઉદ્દેશ્ય શોધવા સુધીના જીવનના દરેક પાસાઓનો સામનો કરવામાં મદદ કરે છે.તેમનો ઉદ્દેશ્ય લોકોની વર્તમાન સ્થિતિમાં નવી આશા જગાડવાનો અને જીવનની પરિસ્થિતિઓના ઉકેલ તરફ રાહ ચીંધવાનો છે.તેના માટે અનેક આનંદ પ્રવૃતિઓ,મનોરંજક ચર્ચાઓ,બૌદ્ધિક સત્રોનું આયોજન કરવામાં આવ્યું હતું.
હેલો હેપિનેસ પહેલનું આયોજન વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ દ્વારા VIPO અને કર્મા ફાઉન્ડેશન તથા મીની કૂપર,BMWના સહયોગથી કરવામાં આવ્યું હતું.તેમના વિચારોને મનોવૈજ્ઞાનિકો,ન્યુરોસાયન્ટિસ્ટ્સ અને માનવીય સંભવિત વિકાસના ક્ષેત્રમાં નિષ્ણાતોની ટીમ દ્વારા સમર્થન આપવામાં આવ્યું હતું.આ સંસ્થા યુનિસેફ અને ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી સાથે માનસિક સ્વાસ્થ્યને લગતી ઝુંબેશ માટે કામ કરી રહી છે અને લોકોની માનસિક સુખાકારી માટે સક્રિય રીતે હેલ્પલાઇન પણ ચલાવવામાં આવી રહી છે.


