By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: હેલ્લો કંટ્રોલ રૂમ : સલાબતપુરાના PSI પનારા દારૂના નશામાં ફરજ પર છે ! પૂર્વે કોર્પોરેટરે ફોન કર્યો
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Surat > હેલ્લો કંટ્રોલ રૂમ : સલાબતપુરાના PSI પનારા દારૂના નશામાં ફરજ પર છે ! પૂર્વે કોર્પોરેટરે ફોન કર્યો
GeneralSurat

હેલ્લો કંટ્રોલ રૂમ : સલાબતપુરાના PSI પનારા દારૂના નશામાં ફરજ પર છે ! પૂર્વે કોર્પોરેટરે ફોન કર્યો

HM News
Last updated: 31/05/2021 5:48 AM
HM News
4 years ago
Share
SHARE

– તપાસ કરી તો પનારાનો આલ્કોહોલ રિપોર્ટ નીલ આવ્યોઃ અસલમ સાયકલવાળા સામે પીએસઆઇની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાનો કેસ

સુરત : સલાબતપુરા પોલીસ સ્ટેશનના પીએસઆઇ ચંદ્રશેખર પનારાએ રાત્રિ કરફ્યૂ ભંગ કરનારને મુક્ત કરવાની ભલામણ માન્ય નહીં રાખતા તેઓ દારૂના નશામાં ફરજ બજાવી રહ્યા હોવાનો કોલ કરી પીએસઆઇની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવા ઉપરાંત કરફ્યૂ ભંગ કરનાર પૂર્વ કોર્પોરેટર અસ્લમ સાઇકલવાળા વિરૂધ્ધ ફરીયાદ નોંધાય છે.

શહેરના સલાબતપુરા પોલીસ સ્ટેશનના પીએસઆઇ ચંદ્રશેખર એસ. પનારા ગત રાત્રે પેટ્રોલીંગ દરમિયાન માનદરવાજા ફૈઝા ચોક નજીક રાત્રિ કરફ્યૂનો ભંગ કરનાર શેખ મેહબુબ શેખ મોહમદ (ઉ.વ. 34 રહે. 624, રઝાનગર, ભાઠેના) અને કમાલુદ્દીન શાહબુદ્દીન શેખ (ઉ.વ. 38 રહે. 1095, રઝાનગર, ભાઠેના) વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હતી.જેથી ભાઠેના વિસ્તારના પૂર્વ કોર્પોરેટર અસ્લમ ફિરોઝ સાઇકલવાળા (રહે. માનદરવાજા, રીંગરોડ) ઉપરોકત બંનેને મુકત કરાવવા માટે પીએસઆઇ પનારાને ભલામણ કરી હતી.પરંતુ પીએસઆઇ પનારાએ ભલામણ ગ્રાહ્ય રાખવાનો ઇન્કાર કર્યો હતો.જેથી અસ્લમ સાઇકલવાળાએ સ્ટેટ કંટ્રોલ રૂમમાં કોલ કર્યો હતો કે સલાબતપુરાના પીએસઆઇ પનારા દારૂ પીધેલી હાલતમાં ફરજ બજાવે છે.

જેને પગલે એસીપી,પીઆઇ મેહુલ કિકાણી ઉપરાંત નાઇટ રાઉન્ડમાં નીકળેલા ટ્રાફિક સર્કલ 2ના પીઆઇ જે.એસ. ગામીત પોલીસ મથકે દોડી ગયા હતા.જયાં આલ્કોહોલ એનાલાઇઝરની મદદથી પીએસઆઇ પનારાનો ટેસ્ટ કર્યો હતો પરંતુ ટેસ્ટ નીલ આવ્યો હતો.જેથી પીએસઆઇ પનારાએ દારૂના નશામાં ફરજ પર હોવાનો કોલ કરી પોતાની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવા ઉપરાંત રાત્રિ કરફ્યૂ ભંગ કરવા બદલ પૂર્વ કોર્પોરેટર અસ્લમ સાઇકલવાળા વિરૂધ્ધ એપેડમિક ડિસીઝ એક્ટ અને જાહેરનામા ભંગનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.આ અંગે પીએસઆઇ પનારાએ જણાવ્યું હતું કે મેડીકલ ટેસ્ટ પણ કરાવ્યો છે અને તે પણ નીલ આવ્યો છે.

જીસકી લાઠી ઉસકી ભેંસ : અસ્લમ સાઇકલવાલા

પીએસઆઇ પનારાનો હાવભાવ નશા કરેલી વ્યક્તિ હોય તેવો હતો અને ત્યાં હાજર પોલીસ કર્મીઓએ મામલો થાળે પાડયો.પીએસઆઇ પનારા લોકોને કાયદાનું ભાન કરાવતા હોય તો હું પણ એક જાગૃત નાગરિક છું.જેથી કંટ્રોલ રૂમમાં જાણ કરી હતી. પરંતુ જીસકી લાઠી ઉસકી ભેંસ જેવું છે જવાબદાર-સક્ષમ અધિકારીઓ ચેકીંગમાં ગયા પણ મેડીકલ ચેકઅપ કરાવ્યું નથી.જો મેડીકલ ચેકઅપ કરાવતે તો ચૌક્કસ બ્લડમાં આલ્કોહોલ મળતે.મારા વિરૂધ્ધની ફરીયાદ મેન્યુપ્લેટેડ છે છતા હું તપાસમાં સહકાર આપીશ.

ઓઢવની પ્રવીણ કાર્ગો ટ્રાન્સપોર્ટ કંપનીનો 54 લાખનો સામાન લઈ બાપ-બેટો ફરાર
ગુજરાતમાં ટીમ પાટીલની પસંદગીમાં બાદબાકીનો ખેલ : જીતુ વાઘાણીના સમયગાળામાં દબદબો ધરાવનારા ૧૫ નેતાઓના પત્તા નવા પ્રમુખે સીફ્તથી કાપી નાખ્યા !!
વિધાનસભા ચૂંટણી પહેલા કુલ 81 કર્મચારીઓની બદલીના હુકમ કરાયા
મહુવાના આંગલધરા ગામેથી વિદેશી દારૂ ભરેલ પિકઅપ ટેમ્પા સાથે ચાલક ઝડપાયો
પાટીલ ભાઉ ઉવાચ : ભાજપના કોઇપણ ચૂંટાયેલા પ્રતિનિધિઓ ધમકાવે કે અપમાન કરે તો સીધી જ મને ફરિયાદ કરજો
Share This Article
Facebook Email Print
Previous Article દરિયાઈ સફરે નિકળેલા મીની જહાજમાં આગ ભભૂકી, 200થી વધારે લોકો કુદી ગયા સમુદ્રમાં
Next Article સાગર હત્યાકાંડ : સુશીલ કુમાર વિરૂદ્ધ મોટી એક્શનની તૈયારી, મકોકા લગાવી શકે છે દિલ્હી પોલીસ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up