હૈદરાબાદ, તા. 30 જુલાઈ 2022, શનિવાર : EDએ બુધવારે હૈદરાબાદ અને આંધ્રપ્રદેશમાં 8 સ્થળો પર કેસિનોના આયોજકો અને એજન્ટો વિરુદ્ધ FEMAના ઉલ્લંઘનના કારણે દરોડા પાડ્યા હતા.અધિકારીઓએ જણાવ્યું કે, કેન્દ્રીય એજન્સીએ કથિત લેવડ-દેવડની પણ તપાસ કરી હતી. ફેમાની જોગવાઈઓ હેઠળ આઠ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા.એક અધિકારીએ વિગતો આપ્યા વિના જણાવ્યું હતું. વિશેષ ફ્લાઇટ્સ ગોઠવવામાં આવી હતી અને વિજેતાઓને હવાલા વ્યવહારો દ્વારા ચૂકવણી કરવામાં આવી હતી.
કેસિનો ઓર્ગેનાઈઝર ચિકોટી પ્રવીણ અને માધવ રેડ્ડીનો દાવો છે કે, તેઓ કાયદાનું પાલન કરીને કેસિનો બિઝનેસ કરે છે.કેસિનો જાહેરાત માટે અભિનેતાઓને ચૂકવવામાં આવેલી મોટી રકમના કારણે EDનું ધ્યાન તેમના તરફ ગયું હતું.એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના સૂત્રોનું કહેવું છે કે, હવાલા દ્વારા મોટા વ્યવહારો થયા હોઈ શકે છે.બંનેએ નેપાળની હોટેલ મેચી ક્રાઉનમાં ભારતીયો વતી કથિત રીતે કેસિનો દાવ લગાવ્યો હતો.
પ્રવીણે 4 દિવસના પેકેજ માટે કથિત રીતે 5 લાખ રૂપિયાથી 10 લાખ રૂપિયા વચ્ચે ફીસ લીધી હતી.વધારે પડતા ગ્રાહકો આંધ્ર પ્રદેશ અને તેલંગાણાના છે. EDને 10 અને 13 જૂન વચ્ચે કથિત મની લોન્ડરિંગની જાણ થઈ હતી.વ્હોટ્સએપ ચેટ્સ અને પ્રવીણના લેપટોપને ચેક કર્યા પછી તપાસકર્તાઓને જાણવા મળ્યું કે, ત્રણ મંત્રીઓ, 15 ધારાસભ્યો અને 250 અન્ય ગ્રાહકો,જેમાં કેટલાક સોનાના વેપારીઓનો સમાવેશ થાય છે જે કેસિનો રમવામાં સામેલ હતા.
આંદ્ર પ્રદેશના પૂર્વ મંત્રી બાલિનેની શ્રીનિવાસ રેડ્ડીએ કહ્યું કે, તેઓ કેસીનો જતા હતા અને જુગાર અને તાશ રમવાની વાત પણ કબૂલ કરી હતી.તેલંગાણાના શ્રમ મંત્રી મલ્લા રેડ્ડી જેઓ અનેક એન્જિનિયરિંગ અને મેડિકલ કોલેજો ચલાવે છે તેમણે કહ્યું છે કે, તેઓ નથી જાણતા કે, તેમને ફાળવવામાં આવેલ ધારાસભ્યનું સ્ટીકર કેસિનો આયોજક માધવ રેડ્ડીની કાર પર કેવી રીતે દેખાયું.
કેસિનોના આયોજકો કથિત રીતે પોતાના VIP ગ્રાહકોને ગોવા, નેપાળ અને ઈન્ડોનેશિયા લઈ ગયા હતા અને 5 લાખ રૂપિયાથી 15 લાખ રૂપિયાની ફીસ વસૂલ કરી હતી.તપાસકર્તાઓએ કહ્યું કે, પ્રવીણના કેસિનો ઈવેન્ટ્સને કરનારા અભિનેતાઓના નામ તેના મોબાઈલ ફોનમાં છે. પ્રવીણે રાજનેતા અને અભિનેતાઓ સાથે પોતાની તસવીરો પણ શેર કરી છે.
વન વિભાગે તેલંગાણાના કડથલમાં પ્રવીણના ફાર્મહાઉસ પર પણ દરોડા પાડ્યા હતા.આ દરમિયાન તે જોવામાં આવ્યું હતું કે, તેણે પોતાના ઘરમાં કોઈ ભયંકર કે સંરક્ષિત પ્રાણીઓ રાખ્યા છે કે કેમ.કારણ કે તેણે તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર ઘણી રેપટાઈલ્સ સાથેની તસવીરો પોસ્ટ કરી છે.અધિકારીઓએ જણાવ્યું હતું કે, તેમના ફાર્મહાઉસ પર તેમને ડઝનેક વિદેશી પ્રાણીઓ મળ્યા હતા.