By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: હોંગકોંગમાં હિન્ડેનબર્ગ જેવા રિપોર્ટથી એક કંપનીના ₹5,500 કરોડ ધોવાયા
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > હોંગકોંગમાં હિન્ડેનબર્ગ જેવા રિપોર્ટથી એક કંપનીના ₹5,500 કરોડ ધોવાયા
GeneralNational

હોંગકોંગમાં હિન્ડેનબર્ગ જેવા રિપોર્ટથી એક કંપનીના ₹5,500 કરોડ ધોવાયા

HM News
Last updated: 28/02/2023 3:33 PM
HM News
2 years ago
Share
SHARE

– ટેક્ટ્રોનિક પર નફામાં ચેડાં કરવાનો તેમજ હિસાબોમાં ગોટાળાનો આરોપ

નવી દિલ્હી, તા.28 ફેબ્રુઆરી-2023, મંગળવાર : હોંગકોંગમાં અદાણી-હિન્ડેનબર્ગ જેવો કિસ્સો બહાર આવ્યો છે.ટેક્ટ્રોનિક ઇન્ડસ્ટ્રીઝના સહસ્થાપક અને ચેરમેન હોર્સ્ટ જુલિયસ પુડવિલની નેટવર્થમાં બે દિવસમાં જ ~૫,૫૦૦ કરોડ (૬૭ કરોડ ડોલર)થી વધુનું ધોવાણ થયું છે.હિન્ડેનબર્ગની જેમ ઓછા જાણીતા શોર્ટ-સેલરે કંપની પર નફામાં ચેડા કરવાનો તેમજ હિસાબોમાં ગોટાળાનો આરોપ મૂક્યો હતો.

ટેક્ટ્રોનિકના શેરમાં ગુરુવારે જાન્યુઆરી ૨૦૧૨ પછીનો સૌથી મોટો દૈનિક ઘટાડો નોંધાયો હતો.કંપનીનો શેર હોંગકોંગ સ્ટોક એક્સ્ચેન્જ પર લગભગ ૧૯ ટકા તૂટ્યો હતો.શુક્રવારે બપોરના સત્ર સુધીમાં શેરમાં નીચલા સ્તરથી થોડો સુધારો નોંધાયો હતો.શેર અગાઉના દિવસની તુલનામાં ૫.૩ ટકા વધીને ૭૮.૯ હોંગકોંગ ડોલરના સ્તરે હતો.ફોર્બ્સ રિયલ-ટાઇમ બિલિયોનેર્સ લિસ્ટ અનુસાર પુડવિલની નેટવર્થ હવે ૪.૫ અબજ ડોલર રહી છે.

ટેક્ટ્રોનિકને શોર્ટ-સેલર જેહોશાફેટ રિસર્ચ દ્વારા ટાર્ગેટ કરવામાં આવી હતી.તેણે ગુરુવારે ૬૦ પાનાંનો અહેવાલ જારી કરીને આરોપ મૂક્યો હતો કે, હોંગકોંગની કંપનીએ એક દાયકાથી હિસાબમાં ગોટાળા કરી નફાને નોંધપાત્ર પ્રમાણમાં વધારીને દર્શાવ્યો છે.શોર્ટ-સેલરે ટેક્ટ્રોનિકના ૨૦૨૩ના પરિણામ ‘બહુ ખરાબ’ જાહેર થવાનો અંદાજ વ્યક્ત કર્યો છે.તેણે કંપનીના શેરમાં ૬૦-૮૦ ટકા ઘટાડાની ભીતિ દર્શાવી છે.ટેક્ટ્રોનિકે ગુરુવારે સ્ટોક એક્સ્ચેન્જને જણાવ્યું હતું કે, કંપની અહેવાલમાં દર્શાવેલા તમામ આરોપોને સ્પષ્ટપણે નકારે છે.આરોપો અપમાનજનક,એકતરફી,ચોકસાઇવિહોણા અને અધૂરા નિવેદનો સાથેના છે.કંપની જેહોશાફેટ અને/અથવા આરોપો માટે જવાબદાર અને અહેવાલ પ્રકાશિત કરનાર વિરુદ્ધ કાનૂની પગલાં લેવાનો હક અનામત રાખે છે.

વિશ્લેષકોના જૂથે ટેક્ટ્રોનિકનો બચાવ કર્યો છે.જે પી મોર્ગને અહેવાલમાં જણાવ્યું છે કે, ટેક્ટ્રોનિકના નફાના માર્જિનમાં સુધારો થઈ રહ્યો છે.બેટરીથી ચાલતી કોર્ડલેસ પ્રોડક્ટ્સમાં વહેલું રોકાણ તેમજ સાનુકૂળ પ્રોડક્ટ સાઇકલ સહિતના પરિબળોને કારણે કંપનીના નફાનું માર્જિન વધી રહ્યું છે.ડાઇવા કેપિટલ માર્કેટ્સે જેહોશાફેટના મોટા ભાગના દાવાને ખોટા ગણાવ્યા છે અને કહ્યું છે કે, ટેક્ટ્રોનિક તેમનો પસંદગીનો શેર છે.કંપનીએ શુક્રવારે ટિ્વટર પર જણાવ્યું હતું કે, સાયબર હુમલાને પગલે તેની વેબસાઇટ કામચલાઉ ધોરણે બંધ રહી હતી.

વૈશ્વિક અર્થતંત્ર અને ફુગાવા અંગેની ચિંતાએ ભારતીય શેરબજારમાં ફંડોની ઉછાળે નફારૂપી વેચવાલી યથાવત્…!!
LOC પર સન્નાટો : ભારત વિરૃદ્ધ નાપાક સાજીસ રચી રહ્યું છે ચીન અને પાકિસ્તાન
જાણો ગુજરાતના કયા શહેરમાં પકડાયો ભાજપનો સટોડીયો નેતા- આખી રાત ભાજપના નેતાઓ તેને છોડાવવા કરતા રહ્યા ધમપછાડા…
પત્રકાર જે ડેની હત્યા છોટા રાજનના ઈશારે થઇ હતી …
ગુજરાતમાં IAS અને IPS અધિકારીનું રાજ ચાલી રહ્યું છે : કેન્દ્રીય મંત્રી રૂપાલાનો કથિત ઓડિયો વાયરલ : ભાજપ સરકારની રાજકીય ધરા ધ્રુજી
Share This Article
Facebook Email Print
Previous Article CMનું મોટું પગલું,જો એમ થયું તો ઠાકરેને પણ માનવો પડશે આદેશ
Next Article રાણો રાણાની જેમ : જેલમુક્તિ બાદ દેવાયત ખવડે બહાર આવીને કર્યો મુશાયરો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up