અમદાવાદ : શુક્રવાર,20 મે,2022 અમદાવાદ શહેરમાં પાંચ દિવસમાં મ્યુનિ.તંત્રે ૮૬૬૮થી વધુ આર.ટી.પી.સી.આર.ટેસ્ટ અને ૪૨૫ થી વધુ રેપીડ એન્ટિજન ટેસ્ટ કર્યા છે.આ ટેસ્ટ બાદ કોરોના પોઝિટિવ દર્દીનો રેશિયો ઘટીને ૧.૩૫ ટકા થવા પામ્યો છે.૯૩ ટકાથી વધુ દર્દી હોમઆઈસોલેશનમાં સારવાર હેઠળ છે.મ્યુનિ હેલ્થ વિભાગ દ્વારા ૧૨થી ૧૬ મે સુધીના સમયમાં શહેરના સાત ઝોનમાં કુલ મળીને કોરોના માટે આર.ટી.પી.સી.આર.તથા રેપિડ એન્ટિજન ટેસ્ટ કરવામાં આવતા ૧૬ મેના રોજ કોરોના પોઝિટિવિટીનો રેશિયો ઘટીને ૧.૩૫ ટકા ઉપર પહોંચ્યો હતો.૧૨ મેના રોજ હોમઆઈસોલેશનમાં ૯૫.૬૮ ટકા દર્દી હોમઆઈસોલેશનમાં હતા.૧૩ મેના રોજ ૯૬.૮૨ ટકા,૧૪ મેના રોજ ૯૫.૦૬ ટકા,૧૫ મેના રોજ ૯૪.૨૯ ટકા જયારે ૧૬ મેના રોજ ૯૩.૨૦ ટકા દર્દી હોમઆઈસોલેશનમાં સારવાર હેઠળ હતા.
શહેરમાં ૧૨મેના રોજ કોરોનાના કુલ એકિટવ કેસ ૧૩૯,૧૩ મેના રોજ ૧૫૭,૧૪ મેના રોજ ૧૫૯ હતા.૧૫ મેના રોજ ૧૪૦ જયારે ૧૬ મેના રોજ કુલ ૧૪૭ એકટિવ કેસ હતા.ટેસ્ટ બાદ કોરોના પોઝિટિવ રેશિયો ૧૨મેના રોજ ૧.૦૭ ટકા હતો.૧૩મેના રોજ આ રેશિયો ૧.૨૩ ટકા,૧૪મેના રોજ ૧.૧૨,૧૫મેના રોજ ૦.૮૮ જયારે ૧૬ મેના રોજ કોરોના પોઝિટિવ દર્દીનો રેશિયો ૧.૩૫ ટકા સુધી પહોંચ્યો હતો.હોસ્પિટલમાં ૧૨મેના રોજ છ દર્દી,૧૩મેના રોજ પાંચ દર્દી,૧૪મેના રોજ સાત દર્દી જયારે પંદર મેના રોજ આઠ અને ૧૬મેના રોજ દસ દર્દી સારવાર હેઠળ હતા.
હોમઆઈસોલેશનમાં ૯૩ ટકા દર્દી ,અમદાવાદમાં કોરોના પોઝિટિવ દર્દીનો રેશિયો ૧.૩૫ ટકા થઈ ગયો

Leave a Comment