અમદાવાદ,તા.૨૫
આગામી હોળી અને ધૂળેટીના તહેવારને ધ્યાનમાં લઈને પ્રવાસીઓના ધસારાને પહોંચી વળવા માટે પશ્ચિમ રેલવેએ ગયા, બરૌની અને પટના માટે ત્રણ વિશેષ ટ્રેનો વિશેષ દરથી દોડાવવાનું નક્કી કર્યું છે. આ ત્રણ ટ્રેનો પૈકી બે ટ્રેનોનો લાભ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વસતાં પરપ્રાંતિયોને મળશે.
અમદાવાદ અને પટના વચ્ચેની ટ્રેન (૦૯૪૧૭) આગામી તા. ૭મીએ ૧૯ઃ૫૫ કલાકે ઉપડશે, જે તા. ૧૦મીએ ૮ઃ૪૫ કલાકે પટના પહોચશે. વળતામાં આ ટ્રેન તા. ૧૦મીએ ૧૧ઃ૪૫ કલાકે ઉપડશે, જે તા.૧૧ મીએ ૨૨ઃ૨૦ કલાકે અમદાવાદ પહોંચશે.
આ સાથે બાંદરા ટર્મિનસથી ગયા અને બરૌની માટે બે ટ્રેનો (૦૯૦૨૯-૩૦ અને ૦૯૦૩૧-૩૨) અનુક્રમે તા.૭ અને તા.૩જીએ ઉપડશે. આ બંને ટ્રેનોનો લાભ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વસતા બિહારવાસીઓને મળશે. હોળી અને ધુળેટીની ઊજવણી માટે મોટી સંખ્યામાં પરપ્રાંતીઓ વતન જતા હોવાથી ટ્રેનોમાં વધારાની ભીડને પહોંચી વળવા માટે વિશેષ ટ્રેનો વિશેષ દરોથી દોડાવવાનું પશ્ચિમ રેલવે નક્કી કર્યું છે.
હોલી-ડે સ્પેશિયલ… ત્રણ વિશેષ ટ્રેનો ગયા-પટના માટે દોડશે
Leave a Comment