કલેકટર અને એસએસપીએ સરપ્રાઈઝ ચેકિંગ કરી બે કર્મચારીને પકડી પાડયા
નવી દિલ્હી : કોરોના વાયરસની મહામારી સામે આખી દુનિયા જગં લડી રહી છે ત્યારે બીજી બાજુ એટા જિલ્લા હોસ્પિટલમાં અત્યતં મોટી લાપરવાહી સામે આવી છે.એટાની આ હોસ્પિટલનુંકલેકટર અને એસએસપીએ સરપ્રાઈઝ ચેકિંગ કયુ હતું જેમાં નિરીક્ષણ દરમિયાન કોરોના આઈસોલેશન વોર્ડમાં કર્મચારીઓ બીયર પીતાં હોવાનું સામે આવતાં અધિકારીઓ પણ ચોંકી ઉઠયા હતા.આ પછી કલેકટરે બે કર્મચારીઓ વિરુદ્ધ તપાસ કરી તેમને તાત્કાલિક ડિસમીસ કરી દીધા હતા.આ મામલો એટાની જિલ્લા હોસ્પિટલનો છે યાં કોરોનાની મહામારીને લઈને જિલ્લા અધિકારી સુખલાલ ભારતી અને પોલીસ અધિકારી સુનીલકુમાર સિંહે રાત્રીના સમયે અચાનક મુલાકાત લીધી હતી. આ દરમિયાન આઈસોલેશન વોર્ડમાં તૈનાત બે કર્મચારીઓએ હોસ્પિટલના ઈમરજન્સી આઈસોલેશન વોર્ડને બીયરબાર બનાવી નાખ્યું હતું અને વોર્ડમાં ચારે બાજુ બીયરના ટીન ફેલાયેલા પડયા હતા.આ સ્થિતિ જોઈ કલેકટરનો પારો સાતમા આસમાને પહોંચી ગયો હતો.સૂત્રોએ જણાવ્યું હતું કે આઈસોલેશન વોર્ડમાં તૈનાત બન્ને કર્મચારી નિયમોને નેવે મુકી અત્યતં મોજથી બીયર અને દારૂનું સેવન કરી રહ્યા હતા.મામલાને ગંભીર ગણી કલેકટરે તાત્કાલિક તપાસની માગ કરી હતી સાથે જ તપાસમાં બન્ને કર્મી દોષિત ઠરે તો તેમને ડીસમીસ કરવાનો હુકમ કર્યેા હતો.