ભોપાલ, તા.29 માર્ચ 2020, રવિવાર
દેશમાં લોકડાઉન વચ્ચે કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે.તેવામાં એવા પણ કિસ્સા સામે આવી રહ્યા છે જેમાં દર્દીઓ ઈલાજ કરવાથી બચી રહ્યા છે. આવા દર્દીઓ સમાજ માટે જીવતા બોબં જેવા સાબિત થઈ શકે છે.
જેમ કે મધ્યપ્રદેશના ઈન્દોરમાં આવેલી MRTB હોસ્પિટલમાં દાખલ એક કોરોના પોઝિટિવ દર્દી સાજિદ હોસ્પિટલમાંથી તમામને ચકમો આપીને નાસી ગયો હતો. જ્યારે હોસ્પિટલના તંત્રને આ વાત ખબર પડી ત્યારે હડકંપ મચી ગયો હતો.
42 વર્ષના આ દર્દીને બાદમાં પકડી લેવાયો હતો પણ તેમાં પણ પોલીસને ભારે દોડધામ કરવી પડી હતી. પાંચ કલાક બાદ તે પકડામાં આવ્યો હતો.જે વિસ્તારમાંથી તે પકડાયો છે તે આખા વિસ્તારને સેનિટાઈઝ કરવામાં આવ્યો છે. દરમિયાન દર્દીએ યોગ્ ય રીતે સારવાર નહી થતી હોવાનો આરોપ લગાવ્યો છે.
પાંચ કલાકના સમયગાળામાં આ દર્દીએ બીજા કેટલાને ચેપ લગાડ્યો હશે તેની ગણતરી કરવી તો તંત્ર માટે પણ અશક્ય પૂરવાર થશે તેમ લાગે છે.