By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: હોસ્પિટલમાં ભોજનમાં 25-25 રોટલીઓ ખાઈ રહ્યાં છે જમાતી, મોટા ગ્લાસમાં માગી રહ્યાં છે ચા
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > હોસ્પિટલમાં ભોજનમાં 25-25 રોટલીઓ ખાઈ રહ્યાં છે જમાતી, મોટા ગ્લાસમાં માગી રહ્યાં છે ચા
GeneralNational

હોસ્પિટલમાં ભોજનમાં 25-25 રોટલીઓ ખાઈ રહ્યાં છે જમાતી, મોટા ગ્લાસમાં માગી રહ્યાં છે ચા

HM News
Last updated: 05/04/2020 4:51 AM
HM News
5 years ago
Share
SHARE

દેહરાદૂનઃ દિલ્હીની તબલિગી જમાતમાં ભાગ લીધા બાદ દેહરાદૂન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા જમાતિઓએ અહીં પણ હિંસાની સ્થિતિ બનાવી રાખી છે. હોસ્પિટલમાં દાખલ જમાતી ડોક્ટરો પાસે અલગ-અલગ માગ કરી રહ્યાં છે. સ્થિતિ એવી છે કે જમાતમાં ભાગ લીધા બાદ દાખલ કરવામાં આવેલા દર્દી જમવામાં 25-30 રોટલીઓ ખાઈ રહ્યાં છે,જ્યારે સામાન્ય રીતે હોસ્પિટલના મેન્યૂમાં દર્દીઓને ચાર રોટલી, શાક અને દાળ ખાવામાં આપવામાં આવે છે.

એક ઉચ્ચ સૂત્ર અનુસાર, દૂન હોસ્પિટલમાં તબલિગી જમાતમાં ભાગ લેનારા કુલ 28 લોકો દાખલ છે. તેમાંથી પાંચ સંક્રમિત છે, જ્યારે 23 અન્ય શંકાસ્પદ સંક્રમણને કારણે હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં છે. આ દર્દીમાં ઘણાની અભદ્રતાથી ચિકિત્સક પરેશાન છે. તો ઘણા જમવાનું અને ચાની ખોટી માગણી કરી ડોક્ટરોને પરેશાન કરી રહ્યાં છે.

માગ પૂરી ન થતાં વોર્ડમાં થૂક્યા

હોસ્પિટલના સ્ટાફનું કહેવું છે કે હોસ્પિટલમાં દાખલ એક કોરોના પોઝિટિવ જમાતીએ હોસ્પિટલના વોર્ડમાં થૂકવાનું શરૂ કર્યું હતું. બાદમાં હોસ્પિટલના કર્મચારીઓએ તેને સમજાવીને શાંત કર્યો હતો. આ સિવાય દરરોજ ઘણા જમાતી ચાના કપની જગ્યાએ મોટો ગ્લાસ આપવા કે અન્ય કોઈ ડિશની માગ કરીને કર્મચારીઓ સાથે ટકરાવ કરી રહ્યાં છે. તેવામાં સારવારની મુશ્કેલી વચ્ચે હોસ્પિટલમાં ડોક્ટરો માટે આ જમાતિઓની માગ પૂરી કરવી મુશ્કેલ બની ગયું છે.

રવિવારે કોરોનાના સૌથી મોટા સમાચાર અમદાવાદથી, 6 તબગિલી જમાતીના રિપોર્ટ પોઝિટિવ

બિજનોર અને ગાઝિયાબાદમાં આવી સ્થિતિ

મહત્વનું છે કે દેહરાદૂન સહિત દેશના ઘણા અન્ય ભાગમાં દાખલ તબલિગી જમાતના સભ્યો હોસ્પિટલમાં ડોક્ટરોની સામે અભદ્રતા કરવાનો મામલો મીડિયામાં સામે આવી ચુક્યો છે. હાલમાં યૂપીના ગાઝિયાબાદમાં સીએમઓએ જિલ્લા તંત્રને જમાતિઓ દ્વારા નર્સો સામે અભદ્રતા કરવા, અશ્લીલ ઇશારા કરવા અને કપડા વિના વોર્ડમાં ફરવાની ફરિયાદ નોંધાવી હતી. સાથે પશ્વિમ યૂપીના બિજનોરમાં પણ જમાતિઓએ હોસ્પિટલમાં ડોક્ટરો પાસે બિરયાનીની માગ પૂરી ન થતાં હંગામો કર્યો હતો.

ઇઝરાયેલએ ચેતવણી આપ્યા બાદ ગાઝાથી હજારોનું પલાયન, ખોરાક-પાણી માટે વલખાં : UN
JIOએ દેણું ઘટાડવા રૂ. ૪૩,૫૭૪ કરોડનો ફેસબૂક સાથે વેપલો કર્યો!
નવરાત્રિ 2021 : ઇચ્છિત પરિણામ મેળવવા માટે 9 દિવસ માટે તમારી મનપસંદ વસ્તુઓ માતાજીને અર્પણ કરો
અનલોક : સપ્ટેમ્બરમાં વીજળીની ખપત વધી ઈમ્પોર્ટ ડયૂટી કલેક્શન અને ઈ-વે બિલ જનરેશનમાં પણ વધારો
ગુજરાતના આ શહેરમાં ભાજપ નેતાના ઘર પર ફાયરિંગ, શહેર ભાજપ મહામંત્રી ગંભીર રીતે ઘાયલ, જાણો ક્યાં લઈ જવા પડ્યા ?
Share This Article
Facebook Email Print
Previous Article કોવિડ-19એ મચાવ્યો સાયબર વર્લ્ડમાં પણ આતંક
Next Article અમે દિલ્હી જેવી ઘટના બનવા ન દીધી : ઉદ્ધવ ઠાકરે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up