૧૦ મોટી બેન્કોને ભેળવી ૪ બેન્કો બનાવાશે એટલે કે ૬ બેન્કોનું એકબીજામાં મર્જર થઈ જશે
નવી દિલ્હી, તા. ૪ :. આવતા મહિનાથી એટલે કે દેશના બેન્કીંગ સેકટરમાં એક મોટો ફેરફાર થઈ રહ્યો છે. એપ્રિલથી ૧૦ મોટી બેન્કોને મર્જ કરી ૪ બેન્ક બનાવી નખાશે એટલે કે ૬ બેન્કોનું એકબીજામાં વિલીનીકરણ થઈ જશે. આમાંથી એક વિલય ઈન્ડીયન બેન્ક અને અલ્હાબાદ બેન્કનું થવાનુ છે. આ વિલય બાદ જે નવી બેન્ક અસ્તિત્વમાં આવશે તેની અકિલા ૧૦ હજારથી વધુ બ્રાંચ ખૂલશે. મળતી માહિતી અનુસાર આવતા બે ત્રણ વર્ષમા આ બ્રાંચ ખોલવાની યોજના છે. બન્ને બેન્કોનો સંયુકત વેપાર ૧૦ લાખ કરોડથી વધુ થઈ જશે. આ પહેલા ડીસેમ્બર ૨૦૧૯ સુધી અલ્હાબાદ બેન્કનો ૩.૯ લાખ કરોડનો બીઝનેશ હતો જ્યારે ઈન્ડીયન બેન્કનો ૪.૫ લાખ કરોડનો બીઝનેશ હતો. વિલય બાદ નવી બેન્ક અમલી બનશે તે ૭મી સૌથી મોટી સરકારી બેન્ક બનશે. આ સિવાય કર્મચારીઓની સંખ્યા ૪૩ હજારની નજીક પહોંચી જશે. આ સિવાય પંજાબ નેશનલ બેન્કમાં યુનાઈટેડ બેન્ક અને ઓરીએન્ટલ બેન્ક ઓફ કોમર્સનું વિલય થશે. પીએનબીની જેમ સિન્ડીકેટ બેન્કનું કેનેરા બેન્કમાં તો યુનિયન બેન્કમાં આંધ્ર બેન્ક અને કોર્પોરેશન બેન્કનું મર્જર થશે. જાણકારોનું માનીએ તો નબળી બેન્કોનું મજબૂત બેન્કોમાં વિલય થવાથી ગ્રાહકોને ફાયદો થશે. મજબુત બેન્ક ગ્રાહકોને લાંબા ગાળામાં ડીપોઝીટ પર વધુ વ્યાજ આપી શકે છે અને લોનના દરો પણ ઓછા રાખી શકે છે.