નવી દિલ્હી,તા.૨૯ : ૧૦૦ કરોડથી વધુનું વાર્ષિક ટર્નઓવર ધરાવનારાઓએ ફરજિયાત જીએસટીની વેબસાઇટ પરથી જ ઇનવોઇસ બનાવવા પડશે.આ માટેનો નિયમ ૧ જાન્યુઆરીથી અમલમાં આવનાર હતો પરંતુ ટેકિનકલ ખામી બાદ કોરોનાની મહામારીને કારણે આ નિયમનો અમલ સંભવતઃ ૧ ઓકટોબરથી અમલમાં મૂકવામાં આવનાર છે.વેપારી દ્વારા કોઇ માલ વેચવામાં આવે તો તેનંુ બિલ અથવા તો ઇનવોઇસ આપવામાં આવતંુ હોય છે, જયારે હવેથી ૧૦૦ કરોડથી વધુનું ટર્નઓવર ધરાવનાર તમામ વેપારીએ ફરજિયાત ઇનવોઇસ જીએસટીની વેબસાઇટ પરથી જ ૧ ઓકટોબર બાદ બનાવવા માટેની કાર્યવાહી જીએસટી વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી છે. પહેલા આ નિયમ ૧ જાન્યુઆરીથી અમલમાં મૂકવામાં આવનાર હતો,પરંતુ તે વખતે શકય નહીં બનતા હવે ૧ ઓકટોબરથી અમલમાં મૂકવામાં આવનાર છે. આ નિયમ લાગુ કરવા પાછળનો મુખ્ય હેતુ એવો છે કે જીએસટી લાગુ થયા બાદ અત્યાર સુધીમાં ગુજરાતમાં જ ૫ હજાર કરોડથી વધુના બોગસ બિલિંગના રેકેટ પકડાયા છે.તેમજ આ સિલસિલો હજુ પણ યથાવત રહેવા પામ્યો છે,તેના કારણે જો વેબસાઇટ પરથી જ ઇનવોઇસ બનાવવામાં આવે તો બોગસ બિલિંગના રેકેટમાં દ્યટાડો થવાની શકયતા રહેલી છે,તેના કારણે ઝડપથી આ નિયમનો અમલ કરવા માટે જીએસટી વિભાગે કમર કસી હોવાની વિગતો જાણવા મળી છે.
હાલમાં વેપારીઓએ ઇવેબિલ બનાવવા, રિટર્ન ભરવા સહિતની કામગીરી જીએસટીની વેબસાઇટ પરથી કરવામાં આવી રહી છે. જયારે રિટર્ન ભરવાની છેલ્લી તારીખમાં તો જીએસટીની વેબસાઇટ ધીમી થઇ જતી હોવાના કારણે કેટલાય વેપારીઓ રિટર્ન સુદ્ઘાં ભરી શકતા નથી.જયારે ૧૦૦ કરોડથી વધુનંુ ટર્નઓવર ધરાવનાર વેપારી દ્વારા ઇનવોઇટ ઓનલાઇન જ બનાવવાનો નિયમ અમલ કરવામાં આવે તો તકલીફ પડવાની શકયતા રહેલી છે.તેના લીધે વધારાની ૧૦ વેબસાઇટ થકી ઇનવોઇસ બનાવી શકે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવનાર છે.


