કાળમુખા કોરોના વાયરસને કારણે ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં લોકડાઉન જાહેરઃ ૧૯૫ દેશોમાં કહેરઃ ઈટાલીમાં એક જ દિવસમાં ૬૦૧ના મોતઃ યુરોપીયન દેશોનો મૃત્યુઆંક ૧૦૦૦૦: ફ્રાંસમાં ૮૬૦ના મોતઃ ન્યુયોર્કમાં એક જ દિવસમાં કોરોના ૫૮ને ભરખી ગયોઃ પાકિસ્તાનમાં ઈલાજ કરતા ૨૬ વર્ષના ડોકટર મોતને ભેટયા
નવી દિલ્હી, તા. ૨૪ : વિશ્વના ૧૯૫ દેશોમાં કોરોના વાયરસ ખળભળાટ મચાવી રહ્યો છે.આ વાયરસે ૧૬૫૧૦ લોકોને યમરાજાના દરબારમાં પહોંચાડી દીધા છે અને કુલ ૩ લાખ ૭૮ હજાર ૮૪૨ લોકો સંક્રમિત થયા છે તો ૧ લાખ ૨ હજાર લોકો સ્વસ્થ પણ થયા છે.ઈટાલીમાં ગઈકાલે ૬૦૧ લોકોના મોત થયા હતા.ઈટાલી યુરોપનો સૌથી વધુ પ્રભાવિત દેશ છે.વિશ્વના અનેક દેશોમાં લોકડાઉન જારી છે અને ૧૨૦ કરોડ લોકો પોતાના ઘરોમાં કેદ છે. મ્યામારમાં કોરોના ૧ કેસની પુષ્ટી થઈ છે.કોરોના વાયરસનો કહેર વિશ્વમાં વધી રહ્યો છે.આ મહામારી સામે લોકો ઝઝુમી રહ્યા છે.અમેરિકાએ ૧૬ રાજ્યના લોકોને પોતાના ઘરોમાં રહેવા આદેશ આપ્યો છે.દેશના જ ૯.૬ કરોડ લોકો પોતાના ઘરોમાં છે. દેશની જનસંખ્યાના ૨૯ ટકા લોકો પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.આગામી દિવસોમાં ૧૪.૨ કરોડ લોકો નજરકેદ થશે. યુરોપના દેશોનો મૃત્યુઆંક ૧૦,૦૦૦નો થયો છે.જ્યારે ફ્રાન્સમાં મરનારા લોકોની સંખ્યા ૮૬૦ની થઈ છે.૨૦,૦૦૦ જેટલા લોકો પોઝીટીવ જણાયા છે.નેપાળમાં પણ બીજો કેસ બહાર આવ્યો છે.દરમિયાન પાકિસ્તાનના કબ્જાવાળા કાશ્મીરના ગીલગીટમાં કોરોના વાયરસથી ૨૬ વર્ષના ડોકટર ઉસ્મા રીયાઝનુ મોત થયુ છે.તેઓ ઈરાક તથા ઈરાનથી પાછા ફરેલા દર્દીઓનો ઈલાજ કરતા હતા.શુક્રવારે તેઓ કામ પરથી પાછા ફર્યા બાદ બીજા દિવસે તેઓ ઉઠી જ ન શકયા.વેન્ટીલેટર પર હતા રવિવારે દમ તૂટયો છે.ભારતમાં પણ આ વાયરસ સામે લોકો અને સરકાર મેદાને ઉતર્યા છે.૩૦ રાજ્યોમાં લોકડાઉન જાહેર કરવામાં આવેલ છે.