સરદાર પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી દોઢ વર્ષ પહેલાં તબક્કાવાર રૂ. ૧,૩૦૦ કરોડનું આશરે ચાર હજાર કિલોગ્રામ જેટલું સોનું અત્યંત સિફતપૂર્વક શહેરમાં ઘુસાડવાના કેસના કોફેપોસાના વોન્ટેડ ભાર્ગવ કનુભાઈ તંતીની ક્રાઈમ બ્રાન્ચે અમરેલીના ઈંગોરડા ખાતેથી બુધવારે ધરપકડ કરી છે.નિકોલ પુષ્પકુંજ સોસાયટી પાસેની પ્લેઝમેન્ટ રેસીડેન્સીમાં રહેતા ભાર્ગવ કનુભાઈ તંતી ગતતા.૨૩-૧૧-૨૦૧૩ થી તા.૨૦-૯-૨૦૧૮ સુધી ૪૬ ટ્રીપ દુબઈથી અમદાવાદની કરીને ૭૬૧ કિલા ગોલ્ડની દાણચોરી કરી હોવાનું કસ્ટમની તપાસમાં બહાર આવ્યુ હતુ. કસ્ટમના અધિકારીઓએ ભાર્ગવ તંત્રીને હાજર થવા માટે પાંચ વખત સમન્સ પાઠવ્યા હતા આમ છતા આરોપી કસ્ટમ વિભાગ સમક્ષ હાજર થયા નહોતા. બાદમાં ન્યુ દિલ્હીથી ડેપ્યુટી કસ્ટમ અધિકારીએ આરોપી ભાર્ગવ તંતી સામે કોફેપોસા હેઠળ અટકાયત કરવા હુકમ કર્યો હતો.જેના પગલે કસ્ટમ વિભાગ અને સ્થાનિક પોલીસ દ્વારા આરોપી ભાર્ગવ તંતીના ઘરે તથા અન્ય જગ્યાએ તપાસ કરતા મળી આવ્યો નહોતો.ત્યાર બાદ કસ્ટમ વિભાગે મેટ્રોપોલીટન કોર્ટમાં અરજી કરીને આરોપી ભાર્ગવ તંતી સહિત પાંચ જણાને ભાગેડુ જાહેર કરવાની અરજી મંજૂર કરી હતી.
સરદાર પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટમાં ત્રીજી જૂને બેગેજ હેન્ડલરની ફરજ બજવનારો યુવક આઠ કરોડ રૂપિયાની કિંમતનું ૨૪.૫ કિલો સોનું દાણચોરીથી બહાર લઈ જતા ગતતા.૪-૬-૨૦૧૯ના રોજ પકડાયો હતો.બેગેજ હેન્ડલર જિજ્ઞોશ સાવલિયાએ એવો ઘટસ્ફોટ કર્યો હતો કે,પાછલા પાંચ વર્ષમાં તેણ રૂ.૧૩૦૦ કરોડની કિંમતનું ૪ હજાર કિલો જેટલું અધધ સોનું બિન્દાસ્ત દાણચોરીથી શહેરમાં ઘુસાડયુ હતુ.