નવી દિલ્હી, તા., ૧૭ : ૧૩૭૭ નિકાસકારોએ છેતરપીંડી કરી આઇજીએસટી રીફન્ડ માટે ૧૮૭પ કરોડ રૂ.નો દાવો કર્યો છે.નાણા મંત્રાલયના જણાવ્યા પ્રમાણે આવા નિકાસકારોના કામકાજનું સ્થળ પણ બોગસ છે.હવે આ એકસપોર્ટર પોતાના સરનામા છોડી લાપતા થઇ ગયા છે.છેતરપીંડી કરનાર નિકાસકારોની સંખ્યામાં ૭ નિકાસકાર તો સ્ટાર શ્રેણીના છે ૧૦ સ્ટાર નિકાસકારો દ્વારા દાવા માટે આઇજીએસટી રિફન્ડની રકમ ર૮.૯ કરોડ છે.અત્યાર સુધી ૭પ૧૬ નિકાસકારોને જોખમની શ્રેણીમાં મુકાયા છે.


