By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ૨૦૨૧-૨૨માં ભારતની કુલ નિકાસ વિક્રમજનક ૪૧૮ અબજ ડોલર
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > ૨૦૨૧-૨૨માં ભારતની કુલ નિકાસ વિક્રમજનક ૪૧૮ અબજ ડોલર
GeneralNational

૨૦૨૧-૨૨માં ભારતની કુલ નિકાસ વિક્રમજનક ૪૧૮ અબજ ડોલર

HM News
Last updated: 04/04/2022 10:57 AM
HM News
3 years ago
Share
SHARE

– ૨૦૨૦-૨૧ંમાં ભારતની કુલ નિકાસ ૨૯૨ અબજ ડોલર રહી હતી
– પેટ્રોલિયમ,એન્જિનિયરિંગ,જેમ્સ એન્ડ જ્વેલરી અને કેમિકલ પ્રોડક્ટની નિકાસ વધવાને કારણે સમગ્ર વર્ષની નિકાસ વધી

નવી દિલ્હી, તા. ૩ : નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨માં ભારતની નિકાસ વિક્રમજનક ૪૧૮ અબજ ડોલર રહી છે.આ સમયગાળા દરમિયાન પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ, એન્જિનિયરિંગ વસ્તુઓ, જેમ્સ એન્ડ જ્વેલરી અને કેમિકલની નિકાસ વધવાને કારણે ૨૦૨૧-૨૨માં કુલ નિકાસમાં વિક્રમજનક વધારો થયો છે.વાણિજય અને ઉદ્યોગ પ્રધાન પિયુષ ગોયલે પત્રકારોને જણાવ્યું હતું કે માર્ચ, ૨૦૨૨માં નિકાસ વિક્રમજનક ૪૦.૩૮ અબજ ડોેલર રહી છે.ઉલ્લેખનીય છે કે માર્ચ, ૨૦૨૧માં નિકાસ ૩૫.૨૬ અબજ ડોલર રહી હતી.જ્યારે નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં કુલ નિકાસ ૨૯૨ અબજ ડોલર રહી હતી.ઉલ્લેખનીય છે કે ૨૧ માર્ચના રોજ જ ભારતની નિકાસ ચાલુ નાણાકીય વર્ષમાં ૪૦૦ અબજ ડોલરને પાર કરી ગઇ હતી.
જે સેક્ટરની નિકાસમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે તે સેક્ટરમાં પેટ્રોલિયમ પ્રોડક્ટ,એન્જિનિયરિંગ,જેમ્સ એેન્ડ જ્વેલરી,કેમિકલ અને ફાર્માનો સમાવેશ થાય છે.ભારતે જે દેશોમાં સૌથી વધુ નિકાસ કરી છે તે દેશોમાં અમેરિકા,યુએઇ,બાંગ્લાદેશ,નેધરલેન્ડ, સિંગાપોર, હોૅગકોંગ, બ્રિટન, બેલ્જિયમ અને જર્મનીનો સમાવેશ થાય છે.

ગોયલે જણાવ્યું હતું કે ભારતની નિકાસ વિકસિત દેશો સહિતના અનેક દેશોમાં વધી છે.કોરોનાની સતત ચાલતી લહેરોને કારણે ઉભા થયેલા પડકારો છતાં ભારતની નિકાસમાં નોંધપૈાત્ર વૃદ્ધિ જોવા મળી છે.છેલ્લા ૧૨ મહિના એટલે કે એપ્રિલ, ૨૦૨૧થી માર્ચ, ૨૦૨૨ સુધી સતત ૧૨ મહિના ભારતની નિકાસ ૩૦ અબજથી વધારે રહી છે.ગોયલે વધુમાં જણાવ્યું હતું કે નિકાસકારો અને ઔદ્યોગિક સંગઠનોના પ્રયત્નો,રાજ્ય સરકારો અને કેન્દ્રના વિવિધ વિભાગો વચ્ચેના સંકલનના કારણે આ સિદ્ધિ હાંસલ કરી શકાઇ છે.

રાજસ્થાન સરકાર પર સંકટ : રણદીપ સુરજેવાલાએ કહ્યુ- ‘સચિન પાયલટ માટે હાઇકમાન્ડના દરવાજા ખુલ્લા છે’
આજથી વલસાડ – નવસારી અને દમણમાં ભારે વરસાદની આગાહી
કોંગ્રેસી નેતા સિંઘવીની ટ્વીટ- ॐના ઉચ્ચારણથી શક્તિશાળી નહીં બને યોગ, રામદેવે કહ્યું- ભગવાન બધાને સન્મતિ આપે
શું NCP ધારાસભ્ય કાંધલ જાડેજાએ ભાજપને ‘દગો’ દીધો? વૉટ આપીને કહ્યુ- પાર્ટીના આદેશ પ્રમાણે મત આપ્યો
મહેસાણા : મહિલા કોન્સ્ટેબલ અલ્પિતા ચૌધરી આખરે સસ્પેન્ડ, મહેસાણા જિલ્લા પોલીસ વડાની મોટી કાર્યવાહી
Share This Article
Facebook Email Print
Previous Article કરૌલીમાં કોમી ઘર્ષણ : બીજા દિવસે પણ કરફ્યૂ લાગુ, 30ની અટકાયત
Next Article હૈદરાબાદમાં રેવ પાર્ટીમાં દરોડા : કલાકાર-નેતાઓના સંતાનો ઝડપાયા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up