By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ૨૦૨૨-૨૩માં ખાતર સબસિડી ૫૫ ટકા વધીને વિક્રમજનક રૃ. ૨.૫ લાખ કરોડ થવાનો અંદાજ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > ૨૦૨૨-૨૩માં ખાતર સબસિડી ૫૫ ટકા વધીને વિક્રમજનક રૃ. ૨.૫ લાખ કરોડ થવાનો અંદાજ
GeneralNational

૨૦૨૨-૨૩માં ખાતર સબસિડી ૫૫ ટકા વધીને વિક્રમજનક રૃ. ૨.૫ લાખ કરોડ થવાનો અંદાજ

HM News
Last updated: 29/04/2022 5:12 AM
HM News
3 years ago
Share
SHARE

(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૨૮ : ચાલુ નાણાકીય વર્ષમાં ખાતર સબસિડી ૫૫ ટકા વધીને વિક્રમજનક ૨.૫ લાખ કરોડ રૃપિયાએ પહોંચી શકે છે.આની પાછળનું કારણ આયાત મૂલ્ય વધવાથી ખર્ચમાં થનાર વૃદ્ધિની ભરપાઇ માટે વધારે રકમ ઉપલબ્ધ કરાવવી પડશે.સૂત્રોએ ગુરૃવારે જણાવ્યું હતું કે સરકાર સુનિશ્ચિત કરવા માગે છે કે દેશમાં ખરીફ અને રવિ સીઝન દરમિયાન ખાતરની અછત ન સર્જાય.જમીન માટે જરૃરી પોષક તત્ત્વોની આયાત માટે તે અનેક વૈશ્વિક ઉત્પાદકો સાથે વાત કરી રહી છે.સૂત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્રીય કેમિકલ અને ફર્ટિલાઇઝર પ્રધાન ખાતરોની લાંબા અને ટૂંકા ગાળા માટેની આયાત માટે સઉદી અરબ, ઓમાન અને મોરક્કોના પ્રવાસે જઇ શકે છે.સરકારના એક ટોચના અધિકારીએ જણાવ્યું છે કે દેશમાં ખાતરોની અછત ન સર્જાય તે માટે સરકાર ખૂબ જ મહેનત કરી રહી છે.તેમણે જણાવ્યું હતું કે વર્તમાન ખરીફ સિઝન માટે ખાતરોની કોઇ અછત નથી અને આગામી રવિ સીઝન માટે પણ કોઇ સમસ્યા સર્જાશે નહીં.

ઉલ્લેખનીય છે કે રવિ સીઝનમાં ખાતરોનો વપરાશ ૧૦ થી ૧૫ ટકા વધારે થાય છે.સરકાર યુરિયાના રીટેલ ભાવ વધારશે નહીં અને જરૃરી સબસિડી પણ આપશે જેથી બિન યુરિયા ખાતરના મહત્તમ ભાવ વર્તમાન સ્તરે સ્થિર રહે.નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨માં ખાતરો પર ૧,૬૨,૧૩૨ કરોડ રૃપિયાની સબસિડી આપવામાં આવી હતી. નાણાકીય વર્ષ ૨૦૧૩-૧૪માં આ રકમ ૭૧,૨૮૦ કરોડ રૃપિયા હતી.યુરિયાના ભાવ એપ્રિલ, ૨૦૨૨માં ૯૩૦ ડોલર પ્રતિ ટન થઇગયા છે જે એક વર્ષ અગાઉ ૩૮૦ ડોલર પ્રતિ ટન હતાં.આવી જ રીતે ડાય એમોનિયમ ફોસ્ફેટ (ડીએપી)ના ભાવ પણ ૫૫૫ ડોલર પ્રતિ ટનથી વધીને ૯૨૪ ડોલર પ્રતિ ટન થઇ ગયા છે.

ઘરવાપસી : જનસંઘના પાયાના કાર્યકર અને દિગ્ગજ આગેવાન ધીરુ ગજેરા ફરી ભાજપમાં જોડાશે
ઇન્ડસઇન્ડ બેન્ક ખરીદીને, કોટક મહિન્દ્રા દેશની 8મી સૌથી મોટી બેંક બનશે
ભારતીય શેરબજારમાં અફડા તફડીના અંતે તેજી તરફી માહોલ યથાવત્…!!
રાજ્યની ગ્રામ પંચાયતોની ચૂંટણી પ્રક્રિયાના આજથી શ્રીગણેશ, જાણો કઇ તારીખ સુધી ભરી શકાશે ઉમેદવારી ફોર્મ
ભારતની સુપ્રીમ કોર્ટ હંમેશા સક્રિય અને પ્રગતિશીલ રહી છે : રાષ્ટ્રપતિ કોવિંદ
Share This Article
Facebook Email Print
Previous Article હિન્દીને રાષ્ટ્રભાષા માનવા કર્ણાટકના સીએમ, પૂર્વ મુખ્યમંત્રીઓનો ઈનકાર
Next Article એરફોર્સ ટૂંકા અને તીવ્ર યુદ્ધ માટે તૈયાર રહેઃ એર ચીફ માર્શલ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up