[weather_data]
Breaking News
TRENDING NEWS

૨૦ ટન પ્લાસ્ટિકના કચરામાંથી કૉન્ક્રીટ કરતાંય વધુ મજબૂત ઇંટો બનાવી ચૂકી છે આ મહિલા

[updated_date] [post_views]

Table of Content

પર્યાવરણને સૌથી વધુ નુકસાન પ્લાસ્ટિકના વપરાશથી થાય છે એ લગભગ બધા જાણે છે.સરકારે પણ એના વપરાશ પર પ્રતિબંધ મૂક્યો છે.વિશ્વમાં બધે જ પ્લાસ્ટિકનો ઉપયોગ ધીમે-ધીમે ઓછો કરવામાં આવી રહ્યો છે,પણ જો પ્લાસ્ટિકના વેસ્ટનો વ્યવસ્થિત નિકાલ કરવામાં ન આવે તો આ તમામનો કોઈ અર્થ સરતો નથી.

કેન્યાની ઝામ્બી મતી નામની મહિલાએ નકામા પ્લાસ્ટિક વેસ્ટમાંથી કૉન્ક્રીટ કરતાં પણ વધુ મજબૂત ઇંટ તૈયાર કરી છે.ઝામ્બી પ્લાસ્ટિક વેસ્ટમાંથી ટકાઉ બિલ્ડિંગ મટીરિયલ તૈયાર કરતી નૈરોબીસ્થિત ગંજેજ મેકર્સની સ્થાપક છે,જેમાં વેસ્ટ પ્લાસ્ટિકને રીસાઇકલ કરી એમાંથી કૉન્ક્રીટ કરતાં પણ મજબૂત ઇંટ તૈયાર કરાય છે.

પૅકેજિંગ ફૅક્ટરીમાંથી તે મફતમાં પ્લાસ્ટિક વેસ્ટ મેળવે છે.એ ઉપરાંત અન્ય રીસાઇકલર્સ પાસેથી પણ તે પ્લાસ્ટિકનો વેસ્ટ ખરીદે છે. હાલમાં તેની ફૅક્ટરીમાં વિવિધ પ્રકારનાં પ્લાસ્ટિકને મિક્સ કરીને રોજની ૧૫૦૦ ઇંટ તૈયાર કરાય છે.૨૦૧૭થી અત્યાર સુધીમાં તે ૨૦ ટન વેસ્ટ પ્લાસ્ટિક રીસાઇકલ કરી ચૂકી છે.ભવિષ્યમાં તે ઉત્પાદનક્ષમતા ત્રણ ગણી વધારવાની આશા સેવે છે તેમ જ ૨૦૨૧ના અંત સુધીમાં પૂર્ણ ક્ષમતાએ કાર્ય કરવાની આશા સેવે છે.

Leave a Reply

Your email address will not be published.

Recent Posts

Related Articles