નવી દિલ્હી, તા. ૮ : કોરોના વાયરસ મહામારીનું સંકટ ભારતમાં રોજેરોજ વધતુ જાય છે. મહારાષ્ટ્ર, દિલ્હી સહિત દેશના વિવિધ રાજ્યોમાં સંક્રમિતોની સંખ્યામાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી બહાર પાડવામાં આવેલા આંકડા અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોના વાયરસના ૯૯૮૩ મામલા સામે આવ્યા છે તો આ દરમિયાન ૨૦૮ લોકોના મોત થયા છે.દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા ૨૫૬૬૧૧ની થઈ છે.તો અત્યાર સુધીમાં ૭૧૩૫ લોકોએ જીવ ગુમાવ્યા છે.આ ખતરનાક વાયરસથી અત્યાર સુધી દેશમાં ૧૨૪૦૯૫ લોકો સાજા થયા છે.
દેશમાં કુલ સંખ્યા ૨ લાખ ૫૦ હજારથી વધી ગઈ છે એટલે કે ૨૫૬૬૧૧ની થઈ છે.૫ સૌથી અસરગ્રસ્ત રાજ્યો છે.તેમાં કુલ ૭૦ ટકા કેસ કોરોનાના છે.આ પાંચ રાજ્યોમાં જ ૭૮ ટકા મોતના કેસ સામે આવ્યા છે. મહારાષ્ટ્રમાં ૮૫૯૭૫, તામીલનાડુ ૩૧૬૬૭, દિલ્હી ૨૭૬૫૪, ગુજરાત ૨૦૦૭૦ અને રાજસ્થાન ૧૦૫૯૯ છે.યુપી અને મધ્યપ્રદેશમાં કેસની સંખ્યા ૧૦,૦૦૦ ઉપર છે.મહારાષ્ટ્રમાં અસરગ્રસ્તોનો આંકડો ચીન કરતા વધી ગયો છે.