– પીએમ ફરી રાજ્યના CM સાથે કરશે વિડીયો કોલીંગ : સૌ પહેલા આર્થિક ગતિવિધિનો માર્ગ ખુલશે : પછી શાળા – કોલેજો વગેરે
નવી દિલ્હી તા. ૨૧ : દેશના મોટાભાગના વિસ્તારોમાં કોરોના સંક્રમણના જોખમ વચ્ચે લોકડાઉનને ૩ મે સુધી વધારી દેવાયું છે અને હવે ૩ મે પછીની રણનીતિ બનવા લાગી છે.આના માટે દેશના બધા મુખ્ય પ્રધાનો સાથે વડાપ્રધાનની મીટીંગ શકય છે.સૂત્રો અનુસાર,એકઝીટ પ્લાનની રૂપરેખા પર ચર્ચા શરૂ થઇ ગઇ છે અને પીએમ મોદીના આદેશ પર ચર્ચા શરૂ થઇ ગઇ છે અને પીએમ મોદીના આદેશ પર આવતા કેટલાક દિવસોમાં ગ્રુપ ઓફ મીનીસ્ટર્સ બધા મુખ્ય પ્રધાનો સાથે ચર્ચા કરશે.ત્યાર પછી બધા મુખ્ય પ્રધાનોની વડાપ્રધાન સાથે વીડિયો કોન્ફરન્સીંગ દ્વારા મીટીંગ થશે.કેન્દ્ર સરકારે એ પણ કહ્યું કે તેમના દ્વારા રચાયેલી ટીમ રાજ્યોના અધિકારીમાં દખલ નહીં કરે પણ રાષ્ટ્રવ્યાપી પ્રયાસમાં તે કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સેતુનું કામ કરશે. સરકાર સાથે સંકળાયેલા એક સીનીયર વ્યકિતએ કહ્યું કે,અત્યાર સુધી એવા સંકેતો મળી રહ્યા છે કે ૩ મે સુધીમાં સ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં રહેશે અને શૈક્ષણિક સંસ્થાઓ સૌથી છેલ્લે ખુલશે.સરકાર અનુસાર,સૌ પહેલા આર્થિક ગતિવિધિઓ શરૂ કરવાની પ્રાથમિકતા આપવામાં આવશે.