વોશિંગ્ટન, તા. ર૩ : ચીન અને યુરોપીયન દેશો બાદ હવે અમેરિકા પર મહામારીનું એપી સેન્ટર બનવાનો ખતરો મંડરાય રહ્યો છે.અમેરિકામાં વાયરસે ભયાનક સ્વરૂપ ધારણ કર્યું છે.માત્ર ર૪ કલાકમાં જ ૧૧૪થી વધુ લોકોના મોત થયા છે.મૃત્યુઆંક ૪૧૯નો થયો છે.રિપોર્ટ અનુસાર ન્યુયોર્કમાં ૧૪૪, વોશિંગ્ટન ૯૪, કેલીફોર્નિયામાં ર૮ના મોત અકિલા થયા છે.અમેરિકામાં ઓછામાં ઓછા ૩૦,૦૦૦ લોકો વાયરસથી સંક્રમિત થયા છે.રિપબ્લીકન સાંસદ પોલ કોરોના પણ ઝપટે ચડયા છે.તંત્ર ધડાધડ પગલા લઇ રહ્યું છે.મહાશકિત અમેરિકા આ મહામારીમાંથી બહાર નીકળવા અથાગ પ્રયાસો કરી રહ્યું છે.