નરેન્દ્ર મોદી દેશના બીજા નેતાઓ કરતા અલગ પ્રકારના અને અલગ મિજાજ ના માનવી રહ્યા છે.સૌથી વધુ કલાકો સુધી કામમાં વ્યસ્ત રહેવા છતાં તેમણે પોતાની આલેખન શક્તિને કોરાણે મૂકી નથી.એમની ખૂબી એ છે કે એમની પાસે ભાષા વૈવિધ્ય છે અને તે પુસ્તકો લખવા માં એમને ખૂબ કામ લાગે છે.વડાપ્રધાનની ગુજરાતી ભાષા અત્યંત સમૃદ્ધ અને પોલાઈટ રહી છે.વડાપ્રધાને આમ તો પોતાના જીવનમાં અનેક પુસ્તકો લખ્યાં છે પરંતુ બહુ ઓછા લોકોને ખબર હશે કે તેમની વધારે ૩૬ વર્ષની હતી ત્યારે તેમણે જગતજનની મા સાથેના સંવાદો નું એકત્રીકરણ કરીને એક પુસ્તક લખ્યું હતું અને તેનું નામ સાક્ષીભાવ રાખ્યું હતું.વડાપ્રધાને લખેલા દરેક પુસ્તકમાં અખૂટ માહિતી હોય છે અને તેમાં રીચ આઈડિયા જોવા મળે છે.પોતે પોતાના જીવન સફર માં અનુભવેલી જોયેલી અને સાંભળેલી વાતો તેમણે પુસ્તકોમાં ઉતારી છે.લખવા અને વાંચવાનો શોખ પહેલેથી જ રહ્યો છે અને એટલા માટે જ કદાચ એમને કાવ્ય રચનાઓમાં પણ ઊંડી રુચી પહેલાથી રહી છે.તેઓ કવિતા પણ લખે છે.નવરાત્રી વિશે પણ એમણે સુંદર કાવ્યો લખ્યા છે.
નરેન્દ્ર મોદી લાઇબ્રેરીઓમાં પણ મોટા ભાગનો સમય આપતા હતા અને એમની વાંચન ભૂખ ને સંતોષવા તેઓ હંમેશા કટિબદ્ધ રહ્યા હતા.આજના યુગના વિદ્યાર્થીઓએ તેમના જીવનમાંથી આવા ઘણા બધા બોધપાઠ લેવાની જરૂર છે.જો વિદ્યાર્થીઓ ગંભીરતા અપનાવે અને મોબાઈલ ફોન અને સોશિયલ મીડિયાનું વળગણ છોડીને જો વડાપ્રધાન ની જેમ એકાગ્રતા સાથે અને ઊંડી ઇચ્છાશક્તિ સાથે જો લખવા-વાંચવામાં જીવ પરોવે તો તો સર્જક અને સુશીલ તેમજ અભ્યાસુ નાગરિક તરીકે પોતાની આભા પ્રસ્થાપિત કરી શકે છે.

