By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ૪ દિવસમાં ૧૪૦૦ પોઈન્ટ તૂટયો સેન્સેક્સ, ૪૦ હજારની નીચે બંધ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Breaking News > ૪ દિવસમાં ૧૪૦૦ પોઈન્ટ તૂટયો સેન્સેક્સ, ૪૦ હજારની નીચે બંધ
Breaking NewsGeneralNational

૪ દિવસમાં ૧૪૦૦ પોઈન્ટ તૂટયો સેન્સેક્સ, ૪૦ હજારની નીચે બંધ

HM News
Last updated: 26/02/2020 3:19 PM
HM News
5 years ago
Share
SHARE

મુંબઇ,તા.૨૬
બુધવારે સપ્તાહના ત્રીજા ટ્રેડિંગ દિવસે દિવસના કારોબાર બાદ શેરબજાર લાલ નિશાન પર બંધ થયું છે. બોમ્બે સ્ટોક એક્સચેંજનો ફ્લેગશિપ ઈન્ડેક્સ સેન્સેક્સ ૩૯૨.૨૪ અંક એટલે કે ૦.૯૭ ટકાના ઘટાડા પછી ૩૯,૮૮૮.૯૬ પર બંધ રહ્યો હતો. તો નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી ૧૧૯.૪૦ પોઇન્ટ એટલે કે ૧.૦૧ ટકાના ઘટાડા પછી ૧૧,૬૭૮.૫૦ ના સ્તર પર બંધ રહ્યો છે. ચીનની બહાર કોરોનાવાયરસના ફેલાવાને કારણે વૈશ્વિક બજારમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. આને કારણે રોકાણકારો માર્કેટમાંથી પૈસા ઉપાડી રહ્યા છે. બજારમાં સતત ચાર દિવસનો ઘટાડો નોંધાઈ રહ્યો છે.
મોટા શેરોની વાત કરીએ તો યસ બેક્ન, એસબીઆઈ, એચસીએલ ટેક, ઇન્ફ્રાટેલ, બ્રિટાનિયા અને એચડીએફસી બેક્નના શેર આજે લીલા નિશાન પર બંધ થયા છે. ગેઇલ, સન ફાર્મા, ટાટા મોટર્સ, ગ્રાસિમ, એલએન્ડટી, મારુતિ, બીપીસીએલ, ઇન્ફોસીસ અને વેદાંતે લાલ નિશાન બંધ થયા છે.
જો આપણે સેક્ટોરલ ઈન્ડેક્સ જોઈએ તો પછી બધા સેક્ટર લાલ નિશાન પર બંધ થયા છે. આમાં ખાનગી બેંકો, ઓટો, મીડિયા, મીડિયા, ફાર્મા, આઇટી, એફએમસીજી, રિયલ્ટી, મેટલ અને પીએસયુ બેક્નો શામેલ છે.
શુક્રવારે સરકાર જીડીપીના ઓફિશિયલ આંકડાઓ બહાર પાડશે. સેન્સેક્સમાં સૌથી વધુ ઘટાડો બલરામપુર ચીની મિલ્સમાં જોવા મળ્યો. કંપનીના શેર ૫.૨૭ ટકા ઘટી ૧૫૧ રૂપિયા પર બંધ થયો. કોનકોર, ગેલના શેરમાં ઘટાડો જોવા મળ્યો. ઈન્ડિયા સિમેન્ટના શેરમાં સૌથી વધુ ૧૯ ટકા તેજી જોવા મળી. બીએએસએફના શેરમાં પણ ૧૪ ટકા તેજી રહી.

મુંબઈના વર્સોવા હિન્દુ સ્મશાન ભૂમિ ખાતે કેકેના અંતિમ સંસ્કાર થશે
મૂર્ખતાનુ પ્રદર્શન છે, ઈસ્લામિક દેશોના સંગઠને આપેલા નિવેદનની ભારતે કાઢી આકરી ઝાટકણી
ગાંધીનગરના કલાસ વન અધિકારી કરશન પરમાર પાસેથી બે નંબરની કરોડોની પ્રોપર્ટી મળી : ACBનો સપાટો
મોટી દમણમાં હેલ્થ ડિરેકટરની કેબિનમાં ACમાં શોર્ટ સરકીટથી આગ
થર્ટી ફર્સ્ટની મોજ માણવામાં વલસાડ જિલ્લામાં 2278 લોકો પોલીસનાં મહેમાન બન્યા
TAGGED:પોઈન્ટ તૂટયો સેન્સેક્સ
Share This Article
Facebook Email Print
Previous Article આજકાલના ફિલ્મી ગીતો લાંબું ટકતાં નથી : ભાગ્યશ્રી
Next Article મોદી કેબિનેટનો મોટો નિર્ણય : સરોગેસી બિલને મંજૂરી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up