નવી દિલ્હી, તા.૧૮: કોરોના વાઈરસને કારણે ભારત ભરતમાં કન્ટ્ર્સ્ટ્રકશન સહિતના તમામ ઉદ્યોગો ઠપ્પ થયા છે.કન્સ્ટ્રકશન ઉદ્યોગનું કદ ખાસ્સું મોટું છે અને તેની વ્યાપક અસર છે.નેધરલેન્ડ સ્થિત આંતરરાષ્ટ્રીય એકાઉન્ટિંગ એજન્સી કેપીએમજીએ ભારતના બાંધકામ ઉદ્યોગ પર રિપોર્ટ તૈયાર કર્યો છે.એ રિપોર્ટ પ્રમાણે અત્યારે કોરોનાની અસર હેઠળ ભારતના ૫૯ અબજ રૂપિયાના બાંધકામ પ્રોજેકટ્સ બંધ થઈ ગયા છે.તેના કારણે મોટી સંખ્યામાં માર્કેટમાં ફરતા નાણા પણ ઠપ્પ થયા છે.કન્સ્ટ્રકશન ઉદ્યોગ સાથે બીજા ૨૫૦ પ્રકારના ઉદ્યોગો જોડાયેલા છે.કેમ કે કન્સ્ટ્રકશન માટે અનેક પ્રકારની સામગ્રીની જરૂર પડે છે.આ ઉદ્યોગો પણ અત્યારે મુશ્કેલ સ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે.ભારતમાં અંદાજે ૪.૯ કરોડ કામદારો બાંધકામ ઉદ્યોગમાં રોકાયેલા છે.એ બધાની આવક પણ અટકી ગઈ છે.જોકે આશાસ્પદ વાત એ છે કે લોકડાઉન પછી અર્થતંત્ર શરૂ થશે ત્યારે સૌથી વધુ ઝડપથી તેજી બાંધકામ ઉદ્યોગ લાવી શકશે.કેમ કે અત્યારે અધુરા રહેલા બાંધકામો ફરીથી શરૂ થશે,તેની સાથે રહેલા કામદારો રોજી મેળવશે અને તેના સહિયારા ઉદ્યોગોમાં પણ ડિમાન્ડ નીકળશે.ટકાવારીની દૃૃષ્ટિએ જોઈએ તો ભારતના કુલ કામદારો પૈકી ૧૨ ટકા કામદારો બાંધકામ ક્ષેત્રમાં સક્રિય છે.રિપોર્ટમાં સરકાર અને ઉદ્યોગ બન્નેને કેટલીક ભલામણો કરવામાં આવી છે.એ પ્રમાણે લાઙ્ખકડાઉન ખુલ્યાં પછી પ્રાયોરિટી ધરાવતા પ્રોજેકટ (જેમ કે હોસ્પિટલો) પહેલા શરૂ કરવા જોઈએ અને સરકારે પણ આવા પ્રોજેકટને પ્રાયોરિટી ગણીને મદદ કરવી જોઈએ.