પોતાના ગ્લેમર અને જીવંતતાથી વિશ્વના યુવાઓને પોતાની તરફ આકર્ષિત કરનાર અમેરિકાના ન્યૂયોર્કમાં શોકનો માહોલ છે.ન્યૂયોર્ક રાયમાં કોરોના વાયરસથી મૃત્યુઆકં ૧૦ હજારને પાર પહોંચી ગયો છે. તેની પુષ્ટ્રિ ગવર્નર એંડ્રૂ કયૂમોએ પત્રકાર પરિષદ દરમિયાન કરી છે.તેમણે સાથે દાવો કર્યેા કે ખરાબ સમય પસાર થઈ ગયો અને ધીમે-ધીમે જીવનને સામાન્ય માર્ગ પર લાવવું પડશે.આ પહેલા ન્યૂયોર્કે મોટી દુર્ઘટના ૯૧૧ના હત્પમલામાં જોઈ હતી યારે આતંકીઓએ વલ્ર્ડ ટ્રેડ સેન્ટરના બે ટાવરો સાથે અપહરણ કરાયેલું વિમાન ટકરાવી દીધું હતું.
તો પૂરા અમેરિકામાં મૃતકોની સંખ્યા ૨૨ હજારથી વધુ થઈ ગઈ છે.કયૂમોએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે,રાયમાં કોવિડ-૧૯ની મહામારીથી જીવ ગુમાવનારનો આંકડો ૧૦,૦૦૦ને પાર પહોંચી ગયો છે.તેમણે આગળ જણાવ્યું,’મને લાગે છે કે સૌથી ખરાબ સમય સમા થઈ ગયો છે.’પરંતુ તેમણે તે પણ કહ્યું કે,આ બધુ સંપૂર્ણ ત્યારે સમા થઈ શકે છે યારે તેની વેકસીન ઉપલબ્ધ થાય,જેમાં હજુ ૧૨થી ૧૮ મહિના લાગી શકે છે. ગવર્નરે કહ્યું, અમે અમારા એકશનથી કર્વને સીધો કરી દીધો છે.ન્યૂયોર્કના વાસી એકબીજાનો જીવ બચાવવા આગળ આવ્યા છે.આપણે બધા ન્યૂયોર્ક વાસી છીએ.
તેમણે કહ્યું કે, આવી સ્થિતિમાં ફસાયા છીએ જે પહેલા કયારેય જોવા મળી નથી. અમારો ઇરાદો આઇસોલેશનથી રાહત આપવાનો અને સંક્રમણની સંખ્યા વધાર્યા વિના આર્થિક ગતિવિધિને વધારવાનો છે.અમારે તેને ધીમે-ધીમે અને બુદ્ધિમાનીની સાથે અને સંપૂર્ણ સાવધાનીથી કરવું પડશે.સમાજને ખોલવાનો નિર્ણય યોજના ડેટા અને નિષ્ણાંતોના અભિપ્રાયના આધાર પર લેવો જોઈએ, ન કે વિચારો અને રાજકીય આધાર પર.અમે બીજા દેશની વોનિગ સાઇનથી શીખીશું.અમે દરેક સાવધાની રાખીશું.અમે ક્ષેત્રમાં સાથે મળીને કામ કરશું


