અમદાવાદ : સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ ડિપાર્ટમેન્ટે શુક્રવાર સુધી અંદાજે રૂ.26,242 કરોડનું ટેક્સ રીફંડ ઈશ્યુ કર્યું છે.એપ્રિલ અને મે માસમાં કુલ રૂ. 16,84,298 કરોડનું ટેક્સ એસેસમેન્ટ થયું છે.1લી એપ્રિલથી 21મી મે સુધી કરેલ ટેક્સ રીફંડની માહિતી સીબીડીટીએ આપી છે.આ સમયગાળામાં CBDTએ 1.02 લાખ કરોડના ટેક્સ આકરણી કરીને 11,610 કરોડનું કોર્પોરેટ ટેક્સ રીફંડ આપ્યું છે.
રીફંડનું બ્રેકઅપ આપતા CBDTએ કહ્યું કે 15,81,906 કરોડના વ્યકતિગત વેરા આકરણીમાંથી રૂ.14,632 કરોડનું ઈન્કમ ટેક્સ રીફંડ ઈશ્યુ કર્યું છે,જ્યારે 1,02,392 કરોડના કોર્પોરેટ ટેક્સ એસેસમેન્ટમાંથી 11,610 કરોડનું રીફંડ આપવામાં આવ્યું છે.15,81,906 વ્યક્તિગત ટેક્સપેયર્સને 14,632 કરોડ અને 1,02,392 કરોડ કોર્પોરેટ એસેસીને 11,610 કરોડનું રીફંડ અપાયું છે.